અમેરિકામાં કોરોનાએ તોડયા તમામ રેકોર્ડ, એક દિવસમાં ૮૦ હજાર નવા કેસ
વોશિંગ્ટન, અમેરિકામાં કોરોના વાયરસની બીજી લહેર પાછી આવી છે અને આ લોકોને ફરીથી ભયમાં મુકી દીધા છે. અમેરિકામાં કોરોના વાયરસના અત્યાર સુધી તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને એક દિવસમાં ૮૦ હજાર નવા પોઝીટીવ કેસ મળવાથી હડકંપ મચી ગયો છે જાેન હોપકિંસ યુનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં શુક્રવારે એક દિવસમાં ૮૦ હજાર કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે ગુરૂવારે રાતે ૮.૩૦ કલાકે શુક્રવારની રાતે ૮.૩૦ કલાકની વચ્ચેના આંકડામાં અમેરિકામાં કોવિડ ૧૯ના ૭૯,૯૬૩ નવા કેસ દાખલ કરવામાં આવ્યા છે.
કોરોનાનો આ આંકડો એટલા માટે પણ ભયાનક છે કારણ કે અત્યાર સુધી અમેરિકામાં એક દિવસમાં આટલા કેસ આવ્યા નથી જયારથી કોરોના મહામારી શરૂ થઇ છે ત્યારથી સૌથી વધુ આંકડા છે. આથી અમેરિકામાં કોરોના વાયરસના મામલાની સંખ્યા ૮.૫ મિલિયન થઇ ગઇ છે.અમેરિકામાં કોરોનાનો બીજાે પ્રકોપ એવા સમયે આવ્યો છે જયારે ત્યાં ૩ નવેમ્બરે રાષ્ટ્રપતિ ચુંટણી થનાર છે.
દુનિયાભરમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ ૧૯ના તેજીથી વધવાથી સંક્રમિતોની સંખ્યા ૪.૧૭ કરોડથી વધુ પહોંચી ગઇ અમેરિકાની જાેન હોપકિન્સ યુનિવર્સિટીના વિજ્ઞાન અને ટેકનોલોજી કેન્દ્ર સીએસએસઆઇ તરફથી જારી આંકડા અનુસાર વિશ્વમાં કોરોના વાયરસથી અત્યાર સુધી ૪.૧૭ કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૧૧.૩૭ લાખથી વધુ લોકોના મોત નિપજયા છે.
આ મહામારીથી ગંભીર રીતે ઝઝુમી રહેલ અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા ૮૫ લાખને પાર કરી ગઇ છે.ભારતમાં ગત ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસના ૫૪,૩૬૬ નવા મામલા સામે આવ્યા અને સંક્રમિતોનીકુલ સંખ્યા ૭૭,૬૧,૩૧૨ થઇ ગઇ આ મુદ્તમાં ૭૩,૯૭૯ લોકોને કોરોનાએ પરાજય આપ્યો છે અને તેને મિલાવી દેશમાં અત્યાર સુધી ૬૯,૪૮,૪૯૭ દર્દી કોરોનામુકત થઇ ચુકયા છે.
નવા મામલાની સરખામણીમાં સ્વસ્થ થનારાઓની સંખ્યા વધુ હોવાથી સંક્રિય મામલા ૨૦,૩૦૩ ઘટી ૬,૯૫,૫૦૯ થઇ ગઇ છે.આ દરમિયાન ૬૯૦ કોરોના સંક્રમિતોના મોત થયા છે અને આ સંખ્યાને મિલાવી આ મહામારીથી અત્યાર સુધી ૧,૧૭,૩૦૬ લોકોના મોત થયા છે.
બ્રાઝીલમાં કોરોના વાયરસની ચપેટમાં આવનારા લોકોની સંખ્યા ૫૩.૨૩ લાખથી વધુ થઇ ગઇ છે જયારે લગભગ ૧.૫૫ લાખથી વધુ લોકોના મોત થઇ ચુકયા છે.રશિયામાં કોરોનાથી સંક્રમિત થનારાઓની સંખ્યા ૧૪.૫૩ લાખથી વધુ થઇ ગઇ છે.અને ૨૫,૦૭૨ લોકોએ જીવ ગુમાવ્યા છે અર્જેટીનામાં કોવિડ ૧૯થી અત્યાર સુધી ૧૦.૫૩ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે તથા ૨૭,,૫૧૯ લોકોના મોત થયા છે સ્પેનમાં આ પ્રાણ ધાતક વાયરસની ચપેટમાં અત્યાર સુધી ૧૦.૨૬ લાખથી વધુ લોકો આવ્યા છે તથા ૩૪,૫૨૧ લોકોના મોત થયા છે ફ્રાંસમાં તેની ચપેટમાં અત્યાર સુધી ૧૦.૪૧ લાખ લોકો આવ્યા છે તથા ૩૪,૦૭૫ લોકોના મૃત્યુ થયા છે.
કોલંબિયામાં આ જાનલેવા વાયરથી અત્યાર સુધી ૯.૮૧ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે તથા ૨૯,૪૬૪ લોકોએ જીવ ગુમાવ્યા છે પેરૂમાં કોરોના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે અને અહીં આ વાયરસથી અત્યાર સુધી ૮.૭૪ લાખ લોકો સંક્રમિત થયા છે અને ૩૩,૮૭૫ લોકોના મોત થઇ ચુકયા છે.
મેકિસકોમાં કોરોનાથી અત્યાર સુધી ૮.૬૭ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૮૭,૪૧૫ લોકોના મોત થઇ ચુકયા છે બ્રિટેનમાં કોરોનાથી અત્યાર સુધી ૭.૯૨ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે તથા ૪૪,૨૪૮ લોકોના મોત થયા છે.
ચિલીમાં કોરોનાથી ૪.૯૫ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે તથા ૧૩,૭૧૯ લોકોના મોત થયા છે યુરોપીય દેશ ઇટલીમાં આ જાનલેવા વાયરસથી ૪.૪૯ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે તથા ૩૬,૮૩૨ લોકોના મોત નિપજયા છે.
ઇરાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪.૩૮ લાખથી પાર થઇ ગઇ છે અને ૧૦,૪૧૮ લોકોના મોત થઇ ચુકયા છે.જર્મનીમાં અત્યાર સુધી આ વાયરસથી ચપેટમાં ૩.૯૭ લાખથી વધુ લોકો આવ્યા છે તથા ૯,૯૧૧ લોકોના મોત નિપજયા છે.
બાંગ્લાદેશમાં સંક્રમિતોની સંખ્યા ૩.૯૩ લાખથી વધુ થઇ ગઇ છે અને ૫,૭૨૩ લોકોના મોત નિપજયા છે.ઇડોનેશિયામાં સંક્રમિતોની સંખ્યા ૩.૭૩ લાખથી વધુ થઇ ગઇ છે તથા ૧૨,૮૫૭ લોકોના મોત નિપજયા છે. ફિલીપીંસથી કોરોનામાં અત્યાર સુધી ૩.૬૨ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે તથા ૬,૭૪૭ લોકોના મોત નિપજયા છે.HS