અમેરિકામાં કોરોના સંક્રમિતોનો આકડો ૨૦ મિલિયનને પાર
વોશિંગ્ટન, અમેરિકામાં કોરોના સંક્રમિતોનો આંકડો ૨૦ મિલિયનને પાર પહોંચી ગયો છે જાેન્સ હોપકિન્સ વિશ્વ વિદ્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે નવા વર્ષની શરૂઆતની સાથે જ દેશમાં સક્રમિતોની સંખ્યા આ ગંભીર આંકડા સુધી પહોંચી ગઇ છે. અમેરિકામાં અત્યાર સુધી ૨૦,૦૦૭,૧૪૯ મામલા દાખલ કરવામાં આવ્યા છે અને મહામારીથી ૩૪૬.૪૦૮ મોત થયા છે વિશ્વ વિદ્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે આ આંકડાને કારણે અમેરિકા દુનિયામાં સૌથી વધુ સંક્રમિતો અને મોત વાળો દેશ બની ગયો છે.
માનવામાં આવી રહ્યું છે કે ખરાબ સ્થિતિ હજુ આવવાની બાકી છે એક અન્ય કોવિડ ટ્રેકિંગ પ્રોજેકટ અનુસાર ૧૨૫,૦૦૦થી વધુ પીડિત લોકો કોરોના વાયરસની સારવાર કરાવી રહ્યાં છે બીજી તરફ અમેરિકામાં રસીકરણનું એક વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને લગભગ ૨.૮ મિલિયન લોકોએ પહેલા જ પોતાની પહેલી ખુરાક પ્રાપ્ત કરી લીધી છે.HS