અમેરિકામાં કોવિડના કુલ આંકડો ૩ કરોડને પાર : તેજીથી સંખ્યા વધી રહી છે
વોશિંગ્ટન: કોરોના વાયરસથી હજુ પણ સૌથી પ્રભાવિત અમેરિકા ચાલી રહ્યું છે. અમેરિકા એવો દેશ છે જયાં સૌથી વધુ કોરોનાના કેસ છે જાેન્સ હોપકિન્સ વિશ્વ વિદ્યાલય અનુસાર અમેરિકામાં કોરોના વાયરસના કુલ મામલા ૩ કરોડના આંકડાને પાર કરી ગયા છે. કહેવાય છે કે અમેરિકા હજુ પણ આ મહામારીી સૌથી પ્રભાવિત છે
પોતાના નવીનતમ અપડેટમાં વિશ્વ વિદ્યાલયના સેંટર ફોર સિસ્ટમ સાઇસ એન્ડ એન્જીનિયરીંગ (સીએસએસઇ)એ કહ્યું કે દેશની કુલ સંખ્યા અને મામલા અનુક્રમે ૩૦,૦૦૯,૩૮૬ અને ૫૪૫.૨૩૭ છે.,કેલિફોર્નિયા ૩,૬૪૭,૭૩૫ મામલાની સાથે સૌથી ખરાબ સ્થિતિવાળુ રાજય છે. ત્યારબાદ ટેકસાસ ૨,૭૬૫,૬૩૫ ,ફલોરિડા ૨,૦૨૧,૬૫૬,ન્યુયોર્ક ૧,૮૧૪,૬૬૨ અને ઇલિનોઇસ ૧,૨૨૭,૭૦૮નો નંબર આવે છે ૮૦૦,૦૦૦થી વધુ મામલાની સાથે અન્ય રાજયોમાં જાેર્જિયા, ઓહિયો પેસિલ્વેનિયા ઉત્તરી કેરોલિના ન્યુજર્સી એરિજાેના અને ટેનીસી સામેલ છે.
અમેરિકા સૌથી વધુ પ્રભાવિત થનાર દેશ છે દુનિયામાં કુલ કોરોનાના જેટલા કેસ છે તેના ૨૪ ટકા અહીં છે અને મૃત્યુની વાત કરીએ તો દુનિયામાં જેટલા મોત થયા તેમાં લગભગ ૨૦ ટકા અહીં થયા છે. ૯ નવેમ્બર ૨૦૨૦ના રોજ યુએસ કોવિડ ૧૯ મામલા એક કરોડ સુધી પહોંચી ગયા છે અને ૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ આ સંખ્યા બેગણી થઇ છે જયારે ૨૦૨૧ની શરૂઆત બાદથી દેશમાં વધુ એક કરોડ મામલા નોંધાય છે.
જયારે આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે ૧૭ એપ્રિલ સુધી મામલાની સંખ્યા વધશે રોગ નિયંત્રણ અને રોકથામ માટે અમેરિકી કેન્દ્ર દ્વારા ૧૭ એપ્રિલ સુધી કુલ ૫૫૮,૦૦૦થી ૫૭૮.૦૦૦ સુધી કોરોના વાયરસથી મોતનું અનુમાન લગાવાયુ છે.