અમેરિકામાં ક્રિસમસ પરેડ દરમિયાન કાર ભીડમાં ઘૂસી ગઈ

વુકેશા, અમેરિકાના વિસ્કોન્સીન સ્ટેટના વુકેશામાં ક્રિસમસ પરેડ દરમિયાન એક ધસમસતી એસયુવી કાર ઘુસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં આશરે ૫ લોકોના મોત થયા હતા જ્યારે ૪૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ દુર્ઘટનામાં પરેડમાં ભાગ લેનારા યુવા ડાન્સરો પણ ભોગ બન્યા હતા. વૌકેશા પોલીસ વડા ડેન થોમ્પસને જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને શહેરમાં બનેલી ઘટના બાદ શંકાસ્પદ વાહનને મિલવૌકીથી લગભગ ૨૦ માઇલ (૩૨ કિમી) પશ્ચિમમાં જપ્ત કરવામાં આવ્યું છે.
ઓથોરિટીએ જણાવ્યું હતું કે તેમણે ૧૧ વયસ્કો અને ૧૨ બાળકોને આ વિસ્તારની ૬ હોસ્પિટલોમાં લઈ ગયા હતા, જ્યારે બાકીના લોકોને પરિવાર અને મિત્રો દ્વારા હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના આતંકવાદ સાથે સંબંધિત છે કે કેમ તે જાણી શકાયું નથી.
પરંતુ ૭૨,૦૦૦ ની આસપાસની વસ્તી નગરમાં અગાઉના આશ્રયસ્થાનનો ઓર્ડર હટાવી લેવામાં આવ્યો હતો તેમ થોમ્પસને ઉમેર્યું હતું. ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલ એક વિડિયોમાં એક લાલ રંગની એસયુવી પરેડમાં પાછળથી આવીને ધસમતી ઘુસતી દેખાય છે. જીેંફ સીધી જ લોકોને કચડી આગળ વધે છે અને પછી ઘાયલોને મદદ કરવા માટે ફૂટપાથ પર પરેડ જાેતા લોકો દોડી આવતા દેખાય છે.
અન્ય એક વિડિયોમાં, જીેંફ રસ્તા પરના બેરિયર સાથે અથઢાયા બાદ પોલીસ તેના પર ગોળીબાર કરતી દેખાય છે. થોમ્પસને જણાવ્યું હતું કે એક પોલીસકર્મીએ વાહન પર ગોળીબાર કર્યો હતો અને પોલીસના ફાયરમાં કોઈ રાહદારીને ઈજા થઈ નથી. અગાઉના અહેવાલો કે વાહનમાંથી ગોળી ચલાવવામાં આવી હોઈ શકે છે તેમ જણાવાયું જે ખોટા અહેવાલ હતા.
જાેકે આ ઘટના આંતકવાદની છે કે કેમ તે અંગે માહિતી હજુ સામે આવવાની બાકી છે. ત્યારે એ યાદ રાખવું ઘટે કે ૨૦૧૬માં જર્મનીમાં ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી ગ્રુપના એક આતંકવાદીએ આ જ રીતે બર્લિનની ક્રિસમસ માર્કેટમાં જાણીજાેઈને બેફામ ઝડપે ટ્રક ઘુસાડી દીધો હતો. જેમાં ૧૨ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.SSS