અમેરિકામાં ડેલ્ટા વેરિઅન્ટથી બાળકોમાં સંક્રમણના કેસમાં મોટો ઉછાળો આવ્યો

Files Photo
નવીદિલ્હી: અમેરિકામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટના કારણે સંક્રમણના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે. આ કારણે તે ઝડપથી બાળકોને ઝપેટમાં લઈ રહ્યો છે. હોસ્પિટલમાં એડમિટ કોરોના દર્દી એટલે કે બાળકોના કેસ વધી રહ્યા છે. એક્સપર્ટ્સના અનુસાર આ ડેલ્ટા વેરિઅન્ટના કારણે જાેવા મળી રહ્યું છે. અલ્ફા સ્ટ્રેનની તુલનામાં બાળકોમાં ડેલ્ટા વેરિઅન્ટનું સંક્રમણ વધારે જાેવા મળે છે.
અમેરિકામાં ઓછું વેક્સિનેશન ચિંતાનું કારણ બની રહ્યું છે. ઓછા વેક્સિનેશન વાળા વિસ્તારોમાં કોરોના સંક્રમિત બાળકોને હોસ્પિટલમાં એડમિટ થવાની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. બાળરોગ વિશેષજ્ઞનું કહેવું છે કે જુલાઈની શરૂઆતથી કેસમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે અને હોસ્પિટલમાં પણ સંખ્યા વધી રહી છે.
અહીં આ કોરોનાની ચોથી લહેર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ડેલ્ટા વેરિઅન્ટના કારણે છે. ડેલ્ટા વેરિઅન્ટ અત્યાર સુધી કોરોનાના દરેક સ્ટ્રેનમાં વધારે સંક્રામક છે. કોરોનાથી સંક્રમિત ૯૦ ટકાથી વધુ બાળકોમાં ડેલ્ટા વેરિઅન્ટ જાેવા મળ્યો છે. હકીકત છે કે ૧૨ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે વેક્સિન આવી નથી. ૧૨ વર્ષથી ઉપરના બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આ ક્ષેત્રમાં ૫૦ ટકાથી પણ ઓછા યુવા છે જેમને વેક્સિનેટ કરાયા છે.
અમેરિકામાં ફાઈઝરની કોરોના વેક્સિનને મંજૂરી મળી છે. તે ૧૨-૧૭ વર્ષના બાળકોને અપાઈ રહી છે. કંપનીએ કહ્યું છે કે વેક્સિન બાળકો પર ૧૦૦ ટકા અસરકારક છે. અહીં છેલ્લા ૮ દિવસથી બાળકોને એડમિટ કરાઈ રહ્યા છે. આ એ સમયે જાેવા મળી રહ્યું છે જ્યારે ટેક્સાસ અને ફ્લોરિડામાં વધારે બાળકોએ આ મહિનામાં શાળામાં જવાનું વિચાર્યું છે. આ સમયે કેટલીક શાળાઓ માસ્કને લઈને ચર્ચા કરી રહી છે.