અમેરિકામાં તૈયાર થયેલી કોરોનાની રસી ખૂબ મોંઘી
વોશિંગ્ટન, અમેરિકામાં તૈયાર થયેલી કોરોનાની રસી ખૂબ મોંઘી મળી શકે છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સની રિપોર્ટ મુજબ અમેરિકાની કંપની મોર્ડના પોતાની વેક્સીનના એક કોર્સ માટે રસીના ૩૭૦૦થી ૪૫૦૦ રુ. વસૂલી શકે છે. મોર્ડન વેક્સીનની પ્રસ્તાવિત કિંમત કઁોરોના વેક્સીનની સરખામણીએ લગભગ ૮૦૦ વધુ છે. રિપોર્ટ મુજબ મોર્ડના કંપની પોતાની વેક્સીનના ૨ ડોઝ માટે ૩૭૦૦થી ૪૫૦૦ રુપિયા વસૂલ કરે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ર્મન પાર્ટનરની વેક્સીનને લઈને લગભગ ૧૫ હજાર કરોડની ડિલ કરી છે. આ અંતર્ગત ૫ કરોડ લોકોને વેક્સીન આપવાની યોજના છે. જો કે લોકોને ત્યારે વેક્સીન મળશે જ્યારે વેક્સીન છેલ્લા તબક્કાના ટ્રાયલમાં અસરકારક અને સુરક્ષિત સાબિત થશે.કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે રસીની સપ્લાય માટે અમેરિકાની સરકાર સાથે ચલી રહી છે. જોકે તેમણે કિંમતની સ્પષ્ટતા કરી નથી. રોયટર્સનું કહેવું છે કે મોર્ડર્નાની રસીની ફાઈનલ કિંમત નક્કી કરવાની બાકી છે.કંપનીનું કહેવું છે કે તેઓ ફાયદા સાથે તેનું વેચાણ કરશે. ત્યારે જોનસન એન્ડ જોનસન નોટ ફોર પ્રોફિટ હેઠળ વેક્સીનનું વેચાણ કરવાની વાત કરી છે.