Western Times News

Gujarati News

અમેરિકામાં દિવાળી ઉજવણી શરુ, ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં ગુરૂવારે દિવાળી મનાવશે

File

વોશિંગ્ટન, વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ ત્રીજી વાર દિવાળીનો ઉત્સવશે. આ પરંપરાની શરૂઆત તેમના પૂર્વવર્તી બરાક ઓબામાએ 2009માં કરી હતી. વ્હાઈટ હાઉસ અનુસાર ટ્રમ્પ દીપ પ્રગટાવવાની રસમ સાથે ગુરૂવારે દિવાળી મનાવશે. આયોજન સંબંધી અન્ય વિગતો ઉપલબ્ધ નથી.

2017માં ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પોતાના ઓવલ કાર્યાલયમાં પહેલીવાર દિવાળી મનાવી હતી. આ દરમિયાન તેમના વહીવટીતંત્રના સભ્ય અને ભારતીય-અમેરિકી સમુદાયના નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હાજર હતો. ગત વર્ષે ટ્રમ્પે અમેરિકા માટે ભારતના તત્કાલિન રાજદૂત નવજેત સિંહ સરનાને દિવાળી આયોજન માટે આમંત્રિત કર્યા હતા.

આ વચ્ચે અમેરિકામાં દિવાળીનો ઉત્સવ મનાવવાનું શરૂ થઈ ચૂક્યુ છે. ટેક્સાસના ગર્વનર ગ્રેગ અબોટે ભારતીય-અમેરિકી સમુદાયની સાથે શનિવારે દિવાળી ઉજવી. તેમણે ટ્વીટ કરી કે અમે ગર્વનર મેન્શનમાં દીપ પ્રગટાવ્યા. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેક્સાસ પ્રવાસની ચર્ચા કરી. અમે અંધારા પર રોશનીની જીતનો જશ્ન મનાવ્યો.  ટેક્સાસના રિપબ્લિકન સાંસદ ઓલસને પણ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દિવાળી મનાવતા ટ્વીટ કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.