અમેરિકામાં પણ કોરોના વેક્સિન આપવાનુ શરૂ, ડિફેન્સ સેક્રેટરીને પહેલી રસી મુકાઈ
વૉશિંગ્ટન, અમેરિકામાં જે રીતે કોરોનાએ કહેર વરતાવ્યો છે તેના કારણે અમેરિકામાં પણ બ્રિટનની જેમ કોરોનાની રસી આપવાનુ શરુ કરી દેવાયુ છે.સોમવારથી અમેરિકામાં વેક્સિનેશનની શરુઆત થઈ ચુકી છે.
બ્રિટનની જેમ અમેરિકાએ પણ ફાઈઝર કંપનીની કોરોના વેક્સિન પર પસંદગી ઉતારી છે અને અમેરિકાએ પણ તેના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આજે આ બાબતની જાહેરાત કરીને કહ્યુ હતુ કે, અમેરિકામાં રસી મુકવાનુ શરુ થઈ ગયુ છે અને મારી શુભકામનાઓ અમેરિકા અને સમગ્ર વિશ્વ સાથે છે.
અમેરિકાએ કોરોના સામે લડી રહેલા પહેલી હરોળના લોકો એટલે કે સ્વાસ્થ્ય કર્મીઓને રસી ાપવાનુ નક્કી કર્યુ છે.અમેરિકાના સંરક્ષણ સચિવ ક્રિસ્ટોફર મિલર વેક્સિન લેનારા પહેલા વ્યક્તિઓ પૈકીના એક બન્યા છે.
અમેરિકાની જેમ કેનેડા અને બહેરિને પણ કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.રશિયાની સ્પુતનિક વેક્સિન પણ ટ્રાયલ બાદ હવે બજારમાં આવવા માટે તાયાર છે.ઈઝરાયેલમાં પણ 27 ડિસેમ્બરથી રસી મુકવાની શરુઆત કરાશે તેવો દાવો કરાયો છે. ભારત સરકારે પણ મોટાપાયે રસી મુકવાની તૈયારીઓ શરુ કરી દીધી છે.