અમેરિકામાં પરિણામ બાદ હિંસા થાય એવી આશંકા
વોશિંગટન: અમેરિકામાં ફેડરલ લૉ એજન્સીઓ રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ઊભી થનારી અશાંતિને લઈ તૈયારી કરી રહી છે. અમેરિકાની ન્યૂઝ વેબસાઇટ ધ હિલ અને ધ નેશનલ સિક્યુરિટી ઇન્ટીગ્રેશન સેન્ટર, જે આઈસીઈ, હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશનની રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ વિરોધી ઘટક છે, ગત સપ્તાહે બેલ્ટવેમાં યોજાનારા પ્રદર્શનો સંબંધમાં ચેતવણી સંબંધી ઇ-મેલ કર્યો છે. બેલ્ટવે વોશિંગટનને કવર કરતાં રાજમાર્ગને કહે છે. ૪થી ૭ નવેમ્બર સુધી, સમગ્ર શહેર વોશિંગટન ડીસીમાં સિવિલ અશાંતિની યોજના છે.
ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પ્રદર્શનકર્તાઓની સોશિયલ મીડિયા સાઇટો પર અનેક સંદેશાઓ પર નજર રાખી જેમાં એવા સંદેશ જોવા મળ્યા કે, જો તમે કંઈક કરવા માંગો છો તો ૪ નવેમ્બરે વોશિંગટન ડીસી આવો. એ વાતની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અધિકારી દરેક પ્રકારની સ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે. જો વિરોધ પ્રદર્શન હિંસક થઈ જાય છે તો ચૂંટણીના દિવસે બફર ઝોન માટે વ્હાઇટ હાઉસના ચારે તરફ ફેન્સિંગ લગાવીને અભેદ્ય ઘેરાબંધી કરી દેવામાં આવી છે.
દેશભરમાં ખાસ કરીને વોશિંગટન ડીસી, ક્ષેત્રમાં નાગરિક પોતાના ઘરો અને દુકાનોની સુરક્ષા માટે બારીઓ અને દરવાજા પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરી રહ્યા છે. રાષ્ટ્રપ્રમુખ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીના પરિણામ જો બાઇડન કે ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષમાં આવે, હિંસાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બંને પક્ષોના સમર્થકોએ જાહેરાત કરી છે કે મંગળવારની રાતથી વોટોની ગણતરી માટે વોશિંગટનમાં એકત્ર થશે. ટ્રમ્પ સમર્થકોએ ન્યૂ જર્સી અને ન્યૂ યોર્કમાં વીકેન્ડ પર ટ્રાફિક જામ કર્યો. બીજી તરફ ટ્રમ્પના અન્ય સમૂહે ટેક્સાસમાં જો બાઇડનની કેમ્પેન બસનો ઘેરાવ કર્યો. કેન્સસમાં વીકેન્ડ પર ચૂંટણી ડિબેટના કારણે લોકોની વચ્ચે ઘર્ષણ થયું અને જેમાં ત્રણ લોકોને ગોળી મારી દેવામાં આવી.