અમેરિકામાં ફાયરિંગમાં ફાયર ફાઇટરનું મોત થયું
લોસ એન્જેલસ: અમેરિકામાં અવારનવાર ફાયરિગના બનાવો બનતા રહે છે.અમેરિકા માટે જટિલ સમસ્યા છે .આજે ફરીએકવાર ફાયરિગ થતાં હાહાકાર મચી ગયો છે. સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ જાેવા મળી રહ્યો છે. નોંધનીય છે કે અમેરિકામાં થતી ફાયરિગની ઘટનાઓથી કોઇ દેશ અજાણ નથી.ફાયરિંગની રોકવા માટે બાઇડેન સરકાર પ્રયાસ કરી રહી છે. આજે અમેરિકાના લોસ એન્જેલસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે .ફાયરિંગમાં ફાયર ફાઇટરનું મોત નિપજ્યું છે.
અમેરિકાના લોસ એન્જેલસમાં આવેલા એક ઘર પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ઘરને આગ લગાવવામાં આવી હતી જાે કે ઘટના સ્થળે પોલીસ પહોચી આવી હતી સાથે આગને કાબુ મેળવવા માટે ફાયર ફાઇટર પહોંચ્યા હતા પોલીસે ઘરને કોર્ડન કરી લીધું છે. ઘટના સ્થળે થયેલી ફાયરિંગમાં એક ફાયર ફાઇટરનું મોત નિપજ્યું હતું ,
જ્યારે પોલીસના વળતા ફાયરિંગમાં હુમલાખોર ઠાર થયો હતો. ઉપરાંત પોલીસે અન્ય એક હુમલાખોરની અટકાયત કરી છે. અમેરિકામાં રોજબરોજ ફાયરિંગની ઘટના સામાન્ય બની ગઇ છે મહાસત્તા માટે આ એક જટિલ સમસ્યા બની છે.