છેલ્લા બે સપ્તાહની સરખામણીમાં અમેરિકામાં બાળકોમાં સંક્રમણમાં ૩૨ ટકાનો વધારો
જર્મનીમાં પણ કોરોના કહેર મચાવી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૩૫૫૨ લોકોને કોરોના થયો છે.
કોરોના મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં આ વાયરસ હવે વધુને વધુ બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. વાયરસનું આ સ્વરૂપ વિશ્વ માટે ખતરાની ઘંટડી બની શકે છે. અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટિ્રકસ ના અહેવાલ મુજબ, ગયા સાહે ૧૧ થી ૧૮ નવેમ્બરની વચ્ચે, ૧,૪૧,૯૦૫ બાળકો સંક્રમિત થયાની પુષ્ટ્રિ થઈ છે.
બીજી તરફ જર્મનીમાં પણ કોરોના કહેર મચાવી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૩૫૫૨ લોકોને કોરોના થયો છે. આગલા દિવસે પણ ૬૦ હજારથી વધુ લોકોને રોગ લાગુ પડ્યો હતો.
રિપોર્ટ અનુસાર છેલ્લા બે સપ્તાહની સરખામણીમાં અમેરિકામાં બાળકોમાં સંક્રમણના દરમાં ૩૨ ટકાનો વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે યુ.એસ.માં ગયા અઠવાડિયે જોવા મળેલા ચેપના ત્રીજા કેસ બાળકો સાથે સંબંધિત છે. અમેરિકાની વસ્તીના ૨૨ ટકા બાળકો છે. ત્રણ ટકાથી પણ ઓછા બાળકો રોગચાળાની ઝપેટમાં આવ્યા છે, આ હિસાબે ૬૮ લાખથી વધુ બાળકો સંક્રમણથી પ્રભાવિત થયા છે.
આપના રિપોર્ટ અનુસાર, ચેપને કારણે બાળકોમાં મૃત્યુ દર ખૂબ જ ઓછો છે. અમેરિકાના છ રાયોમાં કોરોનાથી એક પણ બાળકનું મોત થયું નથી. બાળકોમાં ચેપના સામાન્ય લક્ષણો જોવા મળે છે.
હળવાશથી બીમાર થવું. આનું કારણ એ છે કે બાળકોને સમયાંતરે ઈન્ફલ્યુએન્ઝા, મેનિન્જાઇટિસ, ચિકનપોકસ અને હેપેટાઇટિસ માટે રસી આપવામાં આવે છે, જે તેમની રોગપ્રતિકારક શકિતને મજબૂત બનાવે છે.
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, ઓકટોબરમાં ૫ થી ૧૧ વર્ષની વયના ૮,૩૦૦ બાળકોને ચેપ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૭૨ના મોત થયા છે.સીડીસીએ જણાવ્યું હતું કે રોગચાળાની ઝડપી ગતિ વચ્ચે ૨,૩૦૦ શાળાઓ બધં કરવામાં આવી હતી, જેનાથી ૧.૨ મિલિયન બાળકોના શિક્ષણને અસર થઈ હતી. હવે શાળા ખુલતાની સાથે જ ચેપ બેકાબૂ થવા લાગ્યો છે, જે આવનારા સમય માટે ચેતવણી સમાન છે.