અમેરિકામાં બિયર બનાવતી કંપનીમાં અંધાધૂંધ ફાયરિંગ,સાત લોકોનાં મોતની આશંકા
મેવોકી, અમેરિકાના વિસ્કોન્સિન પ્રાંતમાં બુધવારે બિયર બનાવતી એક કંપનીમાં ફાયરિંથ થયું છે. આ ફાયરિંગમાં અત્યાર સુધી ૭ લોકોનાં મોત થવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ ફાયરિંગ કરનારા શખ્સે યૂનિટમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું. આ ઘટના મેવોકી શહેરમાં દુનિયાની સૌથી મોટી બિયર કંપની પૈકીની એક મોલસન કૂર્સના કેમ્પસમાં બની છે. મેવોકી ના મેયરનો દાવો છે કે આ અત્યાર સુધીની સૌથી મોટી ઘટના હોઈ શકે છે. મેયર મુજબ અત્યાર સુધી અમે તમામ લોકો વિશે સાચું અનુમાન નથી લગાવી શક્યા. મૃતકોનો આંકડો વધી પણ શકે છે. હુમલાખોર પણ મરી ચૂક્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર બુધવાર બપોરે એક બંદૂકધારીએ મોલસન ક્રૂસના કેમ્પસમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. કેમ્પસમાં ઉપસ્થિત સુરક્ષાકર્મીઓએ જણાવ્યું કે જ્યાં સુધી તેને ઠાર મારવામાં આવતો ત્યાં સુધી તેણે અનેક લોકો પર ફાયરિંગ કરી દીધું હતું.
શહેરના મેયર ટામ બેરેટે જણાવ્યું કે બંદૂકધારીએ જે રીતે કેમ્પસમાં ઉપસ્થિત લોકોને નિશાન બનાવ્યા છે તે ઘણું ભયાનક છે. આ હુમલામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. હુમલાખોર પણ ઠાર મરાયો છે. અહીંના સ્થાનિક ચેનલના હવાલાથી જણાવવામાં આવી રહ્યું છે કે હુમલાખોર આ કંપનીમાં કામ કરતો હતો.
હુમલાખોરે જે સમયે કેમ્પસની અંદર ઘૂસીને ફાયરિંગ કર્યું તે સમયે કંપનીની અંદર ૬૦૦ લોકો કામ કરી રહ્યા હતા. ફાયરિંગનો અવાજ સાંભળીને ત્યાં હાજર લોકો બહાર આવ્યા જેના કારણે વધુ નુકસાન થયું. મોવાકીમાં જે સમયે ફાયરિંગની ઘટના બની છે તેને મિલર વેલી તરીકે ઓળખવામાં આવે છે. નોંધનીય છે કે અહીંના બિયર યૂનિટ મિલરના નામ પરથી જ આ સ્થળનું નામ પડ્યું છે.