અમેરિકામાં ભારતીય અમેરિકીઓની બોલબાલા વધી રહી છે : બાઇડેન
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પોતાના પ્રશાસનમાં ભારતીય અમેરિકીઓની મોટી સંખ્યાનો હવાલો આપતા કહ્યું કે દેશમાં ભારતીય મૂળના અમેરિકીઓની બોલબાલા વધી રહી છે બાઇડેનને પદ સંભાળતા ૫૦ દિવસ પણ થયા નથી અને આ દરમિયાન તેમણે ઓછામાં ઓછા ૫૫ ભારતીય અમેરિકીઓને પોતાના પ્રશાસનમાં મહત્વપૂર્ણ પદો પર નિયુકત કર્યા છે.
મંગળ ગ્રહ પર નાસાનું રોવર ઉતર્યા બાદ આ મિશન સાથે જાેડાયેલ વૈજ્ઞાનિકોને વર્ચુઅલ સંબોધિત કરવા દરમિયાન બાઇડેને કહ્યું કે ભારતીય મૂળના અમેરિકીઓનો દેશ પર દબદબો બનતો જઇ રહ્યો છે તમે સ્વાતિ મોહન,મારી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ મારા સ્પીચ રાઇટર વિનય રેડ્ડી.
એ યાદ રહે કે સ્વાતિ મોહને જ નાસાના માર્સ રોવરના મંગલ ગ્રહ પર ઉતારવામાં સૌથી મહત્વપૂણ ભૂમિકા ભજવી હતી માર્સ ૨૦૨૦ મિશનની ગાઇડેંસ નેવિગેશન એન્ડ કંટ્રોલ્સ ઓપરેશંસના પ્રમુખ છેે નાસાનું માર્સ રોવર કયારે કેટલી ગતિથી કયાં ઉતરશે તેની દિશા અને દશા શું હશે તે કંઇ ઉચાઇ પર કેટલી ગતિથી ચાલશે તે તમામ નિયંત્રણ સ્વાતિ મોહન અને તેમની ટીમની જવાબદારીમાં હતું
આ વર્ષ ૨૦ જાન્યુઆરીએ અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ તરીકે સોગંદ લેનાર ડો બાઇડેટને ઓછામાં ઓછા ૫૫ ભારવંશીઓને પોતાના પ્રશાસનમાં મહત્વપૂર્ણ પદો પર નિયુકત કરી ઇતિહાસ રચી દીધો છે. તેમાં ઉપરાષ્ટ્રપતિ હૈરિસ અને નીરા ટંડન સામેલ નથી હૈરિસ જયાં ચુંટણી દ્વારા જીતીને આવ્યા છે તો ટંડન બે દિવસ પહેલા જ ડાયરેકટર ઓફ વ્હાઇટ હાઉસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટના પદ માટે પોતાની ઉમેદવારી પાછા લઇ લીધી હતી.