અમેરિકામાં મરનારા પૈકી ૯૯ ટકાએ રસી લીધી નહોતી
વોશીંગ્ટન: અમેરીકાં સીડીસીના ડાયરેકટર રોશેલ વેલંસ્કીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કહયું કે અમારા રિસર્ચના પ્રાથમિક ડેટા દર્શાવે છે. કે છેલ્લા છ મહિનામાં જે લોકોના કોરોનાથી મોત થયા છે તેમાંથી ૯૯.૫ ટકા ટકા લોકોએ રસી નહોતી મુકાવી.
વેલંસ્કીએ રાજયો પાસેથી મેળવેલ આંકડાઓ અનુસાર, જેણે પણ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો તેણે કોરોનાની રસી નોહતી લીધી જણાવી દઇએ કે અમેરિકામાં જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થઇ ગયું હતું. તેમણે રસીની મહત્વતા જણાવતા કહયું કે અત્યારે રસી લેવી અત્યંત જરૂરી છે કેમ કે કોરોના રસી ડેલ્ટા પ્લસ વેરીયંટ પર પણ અસરકારક છે અને કોરોનાના નવા કેસોમાં ડેલ્ટા પ્લસ વેરીયંટના ૨૫ ટકા કેસ છે.
વેલંસ્કીનું કહેવ છે કે કોરોનાની રસી લીધા પછી કોરોનાથી થનારા મોતના આંકડાઓમાં ઘટાડો થઇ શકે છે. આ ઉપરાંત એક તાજા રિસર્ચમાં જણાવાયું છે કે મે માં થયેલ કુલ મોતમાંથી ૯૯.૨ ટકા મોત એવા લોકોના થયા હતા જેમણે રસી નહોતી લીધી. અમેરીકન રાષ્ટ્રપતિ જાેઇ બાઇડને જાહેર કર્યુ છે કે અમેરિકામાં કોરોનાના નવા સ્ટ્રેનના વધતા કેસોને જાેતા હવે રેપીડ રીસ્પોન્સ ટીમ બનાવવામાં આવશે અને વધુને વધુ લોકોને રસી આપવામાં આવશે. અમેરિકામાં ઘણાં રાજયોમાં રસીકરણનો દર ૭૦ ટકા ઉપર પહોંચી ગયો છે પણ કેટલાક રાજયો એવા છે જયાં કોરોના રસીકરણ અભિયાન ૫૦ ટકાએ પણ નથી પહોંચ્યું.