અમેરિકામાં લીમડાના એક દાતણનો ભાવ ૧૮૦૦ રૂપિયા
નવી દિલ્હી, ભારતમાં શહેરોમાં રહેનારા મોટાભાગના લોકો તો દાતણને ભુલી ગયા છે. જેનાથી રોજ સવારે બ્રશ કરવામાં આવતુ હતુ. ગ્રામ્ય વિસ્તારમાં જાેકે આ ચલણ હજી જાેઈ શકાય છે.
ભારતના દાતણનુ અમેરિકામાં હવે વેચાણ શરૂ થયુ છે. મળતા અહેવાલ પ્રમાણે અમેરિકાની એક ઈ કોમર્સ વેબસાઈટે ૧૮૦૦ રૂપિયામાં લીમડાનુ એક નંગ દાતણ વેચવાનુ શરૂ કર્યુ છે. સામાન્ય રીતે ભારતમાં હજી પણ પાંચેક રૂપિયામાં એક નંગ દાતણ મળી જતુ હોય છે.
ભારતના યોગની તો અમેરિકામાં બોલબાલા વધી જ છે ત્યારે દાતણનુ વેચાણની શરૂઆત પણ આશ્ચર્યજનક છે. અમેરિકામાં હાલમાં તેને કેમિકલ મુક્ત એક ઓર્ગેનિક પ્રોડકટ તરીકે જાેવામાં આવી રહી છે. દાતણ વેચનાર કંપની લીમડાના દાતણના ફાયદા પણ ગણાવી રહી છે. થોડા સમય પહેલા ન્યૂઝીલેન્ડની એક વેબસાઈટે ભારતીય ઢબના ખાટલાને ૪૧૦૦૦ રૂપિયામાં વેચવાનુ શરૂ કર્યુ હતુ. આ ટાઈપના ખાટલા ગ્રામ્ય વિસ્તારોમાં વપરાતા હોય છે. ભારતમાં ધાબા પર પણ લોકો આવા ખાટલામાં બેસીને ભોજન કરતા હોય છે. ભારતમાં તે ૧૦૦૦ રૂપિયાથી ૫૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે.SSS