અમેરિકામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેસ, ૬ લોકોનાં મોત નિપજયાં
વોશિંગ્ટન: અમેરિકાનાં લેક તોહે વિસ્તારમાં ગોલ્ફ કોર્સ નજીક બે એન્જિન ધરાવતુ વિમાન ક્રેશ થતાં છ લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ડ્રાઇવર વિમાનને ટ્રૂકી-તોહે વિમાનમથક પર ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ વિમાન રનવેથી ઘણા બ્લોક્સ આગળ ચાલ્યુ ગયુ, જે બાદ તેમા આગ લાગી ગઇ.
નેવાદા કાઉન્ટી શેરિફની ઓફિસે જણાવ્યું કે, બમ્બાર્ડિયર સીએલ૬૦૦ વિમાન નેવાદાની સાથેની ઉત્તરી કેલિફોર્નિયા સરહદ નજીક ટ્રૂકીમાં પોન્ડેસોરા ગોલ્ફ કોર્સ નજીક ગીચ જંગલ વિસ્તારમાં ક્રેશ થયું હતું. અધિકારીઓએ શરૂઆતમાં કહ્યું હતું કે, અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે. આ દરમ્યાન જમીન પર કોઈને ઈજા પહોંચી ન હોતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, ડ્રાઈવર ટ્રૂકી-તોહે એરપોર્ટ પર પ્લેનને લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો,
પરંતુ પ્લેન રન-વેથી આગળ ઘણા બ્લોક્સ પર ચાલ્યુ ગયું અને તેમા આગ લાગી ગઇ. આગને તાત્કાલિક કાબુમાં લેવામાં આવી હતી. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે બુધવારે કહ્યું હતું કે, તેના બે તપાસકર્તાઓ અકસ્માતની તપાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, વિમાન ઇડાહોનાં કાઉર ડી અલેનથી ઉપડ્યું હતું.
પ્લેન ક્રેસની ઘટના દુનિયાભરમાં ઘણીવાર ઘટતી હોય છે, આવી જ એક ઘટના યુક્રેનમાં એર શો દરમ્યાન બની હતી, જેને ઇતિહાસમાં સૌથી ભયંકર અકસ્માત તરીકે નોંધવામાં આવી હતી. એર શો દરમ્યાન સુખોઈ વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ૭૭ દર્શકો મૃત્યુ પામ્યા હતા અને ૫૪૩ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ૨૮ નિર્દોષ બાળકો પણ છે. ૨૭ જુલાઈ, ૨૦૦૨ નાં રોજ યુક્રેનમાં આ અકસ્માત થયો હતો.
યુક્રેન એરફોર્સની ૧૪ મી એર કોર્પની ૬૦ મી વર્ષગાંઠ નિમિત્તે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિમાનોનાં અદભૂત નજારા જાેવા માટે ૧૦ હજારથી વધુ લોકો શો જાેવા માટે ભેગા થયા હતા. એર શો દરમ્યાન બે અનુભવી પાઈલટોએ સુખોઈ જીે-૨૭ વિમાન સાથે ઉડાન ભરી હતી. બપોરનાં એક વાગ્યે ટેક-ઓફ થયા પછી તુરંત જ વિમાનની ડાબી વિંગ અચાનક ધરાશાયી થઈ હતી અને વિમાન જમીન પર પટકાયુ હતું.