અમેરિકામાં વાવાઝોડાને કારણે ૨૫ લોકોના મોત
વોશિંગ્ટન, અમેરિકાના ટેનેસી રાજયમાં આવેલા ભયાનક વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા ૨૫ લોકોના મોત નિપજયા છે આ વાવાઝોડાથી ઇમારતો પણ ધ્વસ્ત થઇ છે જયારે વિજળીના થાંભલા પણ ઉખડી ગયા હતાં વાવાઝોડાને ધ્યાનાં રાથી દક્ષિણ અમેરિકી રાજયમાં પ્રાઇમરી ચુંટણી માટે થનાર મતદાન માટે સમય વધારી દેવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘરોના તોફાની ચપેટમાં આવ્યા બાદ સ્થાનિક લોકો પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરતા રહ્યાં હજારો લોકોના ઘરોની વિજળી ડુલ થઇ ગઇ છે. રાષ્ટ્રીય હવામાન સેવાએ ટ્વીટ કર્યું પોતાની રક્ષા કરો આ ખુબ જ ભયાનક વાવાઝોડું છે ગવર્નર બિલ લીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે મૃત્યુ પામેલાઓની સંખ્યા ૨૫ થઇ છે તેમણે આ સંખ્યામાં વધારો થઇ શકે છે મેયર જાન કુપરે જણાવ્યું હતું કે ૧૫૦ લોકોને ચિકિત્સા કેન્દ્ર સુધી લઇ જવામાં આવ્યા છે જયારે શહેરમાં લગભગ ૫૦ ઇમારતો તુટી પડી છે.