અમેરિકામાં વેકસીનેશન છતાં કોરોનાનાં કેસો ફરીથી વધી રહ્યા છે

વોશિંગ્ટન: અમેરિકાનાં ઓસ્ટિન વિસ્તાર ટેક્સાસ રાજ્યમાં આવેલ છે જેમાં ૨૪ લાખની વસ્તી વસવાટ કરે છે. આ વિસ્તારમાં હવે માત્ર ૬ ઇન્ટેનસીવ કેર યુનિટ બેડ બાકી બચ્યા છે બાકીનાં તમામ બેડ ભરાઈ ચૂક્યા છે. ભારત સહિતનાં દેશો માટે ત્રીજી લહેરની વાપસી માટે આઅ ખતરાની ઘંટડી સમાન સમાચાર છે.
આ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓ મુજબ ઓસ્ટિનમાં માત્ર છ આઇસીયુ બેડ બાકી વધ્યા છે અને ૩૧૩ વેન્ટિલેટર બાકી બચ્યા છે. પબ્લિક મેડિકલ ડિરેક્ટર ડેસ્મારે જણાવ્યું હતું કે અહીં સ્થિતિ ગંભીર છે. સ્થાનિકોને ટેક્સ્ટ મેસેજ, ઈમેઈલ અને ફોન કોલ્સ દ્વારા આપત્તિની ચેતવણી પણ આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. આપણી હોસ્પિટલ પર બોજ વધી રહ્યો છે અને આપણે વધી રહેલા કેસો સામે બનતું તમામ કરવું જાેઈએ.
વેકસીનેટેડ લોકોને પણ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા માસ્ક સહિતના નિયમો પાળવા માટે વિનંતી કરવામાં આવી હતી. એક મહિનામાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર ૬૦૦% જેટલો વધી ગયો હતો. વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યા ૧૦૨ સુધી પહોંચી ગઈ હતી. એકલા ઓસ્ટિનમાં કેસોની સંખ્યા દસ ગણી થઈ ગઈ હતી. દેશભરમાં નવા ઇન્ફેક્શનની સંખ્યા એક લાખ કરતાં વધી ગઈ હતી. શુક્રવારે અઠવાડિક કેસોની સંખ્યા ૭,૫૦૦૦૦ કરતાં વધારે નોંધાઈ હતી. છેલ્લા એક મહિનામાં રોજના મૃત્યુની સંખ્યા ડબલ થઈ ગઈ હતી.
અમેરિકન રાષ્ટ્રપ્રમુખના ચીફ મેડિકલ અડવાઇઝર એન્થની ફોસીએ જણાવ્યું હતું કે આઅ ખરેખર ખરાબ વળાંક છે. ટેક્સાસ સિવાય ફ્લોરિડામાં પણ કેસોની સંખ્યા વધી રહી છે. ૪૦ % કરતાં વધારે ઇન્ફેકશન દર નોંધાયો હતો. ટેક્સાસની વસ્તી ૨.૯ કરોડ જેટલી છે જેમાં ૪૩૯ આઇસીયુ બેડ બાકી બચ્યા છે જ્યારે ૬૯૯૧ વેન્ટિલેટર બચ્યા છે. હોસ્ટનમાં ૬૭ લાખ વસ્તી છે જયા ૪૧ આઇસીયુ બેડ બાકી બચ્યા છે. ગ્રેટર ડલાસમાં ૮૦ લાખ વસ્તી છે અને ત્યાં ૧૧૦ ૈંઝ્રેં બેડ બાકી બચ્યા છે. ટેક્સાસમાં ૨૩,૦૯૬ કેસ વધ્યા હતા.