Western Times News

Gujarati News

અમેરિકામાં સાત દાયકામાં પહેલીવાર કોઇ મહિલાને સજા એ મોત

ન્યુયોર્ક, અમેરિકામાં લગભત સાત દાયકા બાદ પહેલીવાર કોઇ મહિલાને મોતની સજા આપવામાં આવી રહી છે આ મહિલાએ એક ગર્બવતીની હત્યા કરવા અને તેનું પેટ કાપી બાળકનું અપહરણ કરવાની દોષિત ઠેરવવામાં આવી હતી કોર્ટના આદેશ પર હવે તેને આગામી આઠ ડિસેમ્બરે જાનલેવા ઇજેકશન લગાવી મૃત્યુદંડ આપવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૦૪માં પાલતુ કુતરાની ખરીદીને બહારને ૨૩ વર્ષીય સ્ટીનેટના મિસૌરી ખાતેના ઘર પહોંચી દોષિ લિસા માંટગોમેરીએ આ દર્દનાક હત્યાકાંડને પરિણામ આપવામાં આવ્યું હતું ત્યારે ૩૬ વર્ષની માંટોગોમૈરીએ સૌથી પહેલા ૮ મહીનાની ગર્ભવતી સ્ટીનેટનું ગળુ દબાવી હત્યા કરી અને ત્યારબાદ તેનું પેટ ફાડી બાળકને લઇને ફરાર થઇ ગઇ હતી. પકડાઇ જતાં મોટગોમરીએ મિસૌરીની અદલાતમાં અપરાધ સ્વીકાર્યો હતો અને ત્યારબાદ ૨૦૦૮માં જજે તેને અપહરણ અને હત્યાની દોષિત માની હતી જાે કે મામલાની સુનાવણી દરમિયાન દોષીના વકીલોએ કોર્ટમાં તે બીમારી હોવાનો તર્ક આપ્યો હતો પરંતુ જજે તેને ફગાવી દીધો હતો.

અમેરિકામાં લગભગ ૨૦ વર્ષની રોક બાદ ૩ મહીના પહેલા મૃત્યુદંડની સજાને ફરીથી બહાલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ પણ લિસા માંટગામેરી નવમી સંધીય કેદી છે જેને આ સજા મળશે. અમેરિકામાં ૧૯૫૩માં આખરી વાર કોઇ મહિલાને મોતની સજા મળી હતી ડેથ પેનલ્ટી ઇન્ફોર્મેશન સેટર અનુસાર અમેરિકામાં ફાંસીની રાહ જોઇ રહેલ દોષિતોમાં બે ટકા મહિલાઓ છે પુરૂષોની સરખામણીમાં મહિલાઓ દ્વારા કરવામાં આવનાર હિંસક અપરાધોમાં ફાંસીની સજા ખુબ ઓછી હોય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.