અમેરિકામાં હૈદરાબાદના યુવકની હત્યા, પત્નીએ સરકાર પાસે મદદ માંગી
હૈદરાબાદ, અમેરિકાના જોર્જિયામાં રહેનાર ૩૭ વર્ષીય એક મુસ્લિમ વ્યક્તિની હત્યાનો મામલો સામે આવ્યો છે.આ વ્યક્તિ હૈદરાબાદનો રહેવાસી હતો કહેવાય છે કે તેનું છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે તેનું શબ ઘરની બહાર પડેલ મળ્યુ હતું. તેમની પત્નીએ ભારત સરકારથી અમેરિકા જવા માટે મદદની વિનંતી લગાવી છે જેથી તેના અંતિમ સંસ્કાર કરી શકાય
મૃતકની ઓળખ મોહમ્મદ આરિફ મોહિઉદ્દીનના નામથી કરવામાં આવેલ તે ગત ૧૦ વર્ષથી જાર્જિયામાં એક ગ્રોસરી સ્ટોર ચલાવી રહ્યો હતો.
મોહિઉદ્દીનની પત્ની મેહનાજ ફાતિમાએ કહ્યું કે હું સરકારથી અપીલ કરતુ છું કે સરકાર મારા અને મારા પિતાજી માટે ઇમરજેંસી વિઝા પર અમેરિકાની યાત્રાની વ્યવસ્થા કરાવે જેથી અમે આરિફના અંતિમ સંસ્કાર કરી શકીએ
ગ્રોસરી સ્ટોરના સીસીટીવી ફુટેજમાં કહેવાતી રીતે એક કર્મચારી સહિત અનેક હુમલાખોર સ્ટોરમાં જાેવા મળી શકે છે ફાતિમાએ કહ્યું કે રવિવારે લગભગ નવ વાગે મેં આરિફથી ફોન પર વાત કરી હતી અને તેણે કહ્યું કે તે અડધો કલાકમાં બીજીવાર ફોન કરશે પરંતુ મારા પાસે કોઇ કોલ આવ્યો નથી ત્યારબાદ પતિની બેન દ્વારા મને ખબર પડી કે કેટલાક અજાણ્યા લોકો દ્વારા મારા પતિની ચાકુ મારી હત્યા કરી દેવામાં આવી છે.
હાલ આરિફનું શબ જાેર્જિયાની હોસ્પિટલમાં છે ત્યાં પરિવારનો કોઇ અન્ય સભ્ય નથી તેલંગણા આધારિત પાર્ટી મજલિસ બચાઓ તહરીકના પ્રવકતા ઉલ્લાહ ખાને વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકામાં ભારતીય રાજદુતને પત્ર લખી મૃતકના પરિવારજનોને અમેરિકા જવા માટે મદદની વિનંતી કરી છે.HS