અમેરિકામાં ૧૯ એપ્રિલથી તમામ પુખ્ત વયના લોકોને રસી મળશે જાે બિડેન
વોશિંગ્ટન: કોરોના વાયરસથી સર્જાયેલ તણાવપૂર્ણ પરિસ્થિતિને જાેતા હવે રાષ્ટ્રપતિ જાે બિડેને મોટો ર્નિણય કર્યો છે. ર્નિણય કરતા બિડેને કહ્યું છે કે ૧૯ એપ્રિલથી ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને રસી આપવામાં આવશે. અગાઉ આ ૧ મેથી શરુ થવાનું હતું, પરંતુ બિડેને બે અઠવાડિયા પહેલા એટલે કે ૧૯ એપ્રિલથી તેને શરૂ કરવાની જાહેરાત કરી હતી. જાહેરાત કરતા પહેલા બિડેને દેશભરના વરિષ્ઠ નાગરિકોને રસી અપાવવાની અપીલ કરી હતી.
બિડેને કહ્યું હતું કે કોરોના રસીના ૧૫૦ મિલિયન ડોઝ ઇન્જેક્શન આપનાર અને ૬૨ મિલિયન લોકોને સંપૂર્ણ રસી આપનાર યુ.એસ. એ પહેલો દેશ છે. બિડેને કહ્યું કે જ્યારે તેમણે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે, ત્યારથી ૬૫ વર્ષથી વધુ ઉંમરના ૭૫ ટકા લોકો કોરોના રસીથી ડોઝ લાગી ચુક્યો છે.
બિડેને કહ્યું કે ગઈકાલે અમે ૧૫૦ મિલિયન ડોઝને પાર કરી ગયા છે અને મને આશા છે કે રાષ્ટ્રપતિ તરીકે ૧૦૦ દિવસ પૂરા થતાં સુધીમાં અમે ૨૦૦ મિલિયન ડોઝ માર્ક પાર કરીશું. એમ પણ કહ્યું કે અમે અઠવાડિયામાં ૨૦ મિલિયનથી વધુ ડોઝ માટે દરરોજ સરેરાશ ૩ મિલિયન ડોઝ આપી રહ્યા છીએ.
ગયા મહિને બિડેને કહ્યું હતું કે તેમનો સંઘીય ફોર્મેસી રસીકરણ કાર્યક્રમમાં ફાર્મસીઓની સંખ્યા ૪૦ હજાર કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ પહેલા તેની સંખ્યા માત્ર ૧૭ હજાર હતી. યાદ અપાવી દઈએ કે, અમેરિકામાં કોરોનાનો આંકડો ૩ કરોડ ૧૫ લાખ ૪૫ હજાર ૮૭૦ પર પહોંચી ગયો છે. તે જ સમયે, આ મહામારીને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૫ લાખ ૬૯ હજાર ૯૮૯ થઈ ગઈ છે.