અમેરિકામાં ૨૦ ગાડીઓ ટકરાતા ૭ લોકોના મોત થયા

નવીદિલ્હી: અમેરિકાના યુટામાં રેતનું તોફાન આવવાને કારણે ૨૦ વાહનો એક બીજાને ટકરાયા હતાં જેથી ઓછામાં ઓછા સાત લોકોના મોત નિપજયા છે. એક યાદીમાં જણાવાયું છે કે કનોશની નજીક ઇટરસ્ટેટ ૧૫ ઉપર આ ધટના થઇ હતી જેમાં સાત લોકોના મોત નિપજયાં છે આ ઉપરાંત ગંભીર રીતે ઘાયલ અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
યુટા હાઇવે પોલીસના જણાવ્યા અનુસાર રેતીલુ તોફાન આવવાને કારણે દ્શ્યતા સ્તર ઓછી થવાને કારણે વાહન એક બીજાને ટકરાયા હતાં.આ ઘટનાને કારણે ઇટરસ્ટેટ ૧૫ હાઇવને બંધ કરવામાં આવ્યા હતાં આ ઘટનામાં સાત લોકોના શબ કબજાે કરવામાં આવ્યા છે જયારે અન્ય ઇજા પામેલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કનોશ સોલ્ટ લેક સિટીના દક્ષિણમાં લગભગ ૧૬૦ મીલ દુર આવેલ છે. હાઇવે બંધ કરાતા વાહન વ્યવહાર આસપાસના ક્ષેત્રથી થયો હતો.