અમેરિકામાં ૨૦ લાખ હિન્દુ વોટ મહત્વના સાબિત થશે
વોશિંગ્ટન, ભારતીય-અમેરિકન સાંસદ અને ડેમોક્રેટ પાર્ટીના નેતા રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિની ચુંટણીમાં કેટલાંક રાજ્યોનાં લગભગ ૨૦ લાખ હિંદુઓની મહત્વપૂર્ણ ભુમિકા રહેશે, તે સાથે જ તેમણે પોતાના સમુદાયનાં સાથી સભ્યોએ કહ્યું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો તેમનો ધર્મ છે.
હિંદુ અમેરિકન ફોર બીડેન અભિયાનની સત્તાવાર શરૂઆત દરમિયાન કૃષ્ણમૂર્તિએ ઓનલાઇન એક કાર્યક્રમમાં સમુદાયનાં સભ્યોએ ત્રીજી નવેમ્બરે ડેમોક્રેટિક પાર્ટીનાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર જો બીડેન અને તેમની ઉપરાષ્ટ્રપતિપદની ઉમેદવાર ભારતીય મુળની કમલા હેરિસને વોટ આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું મને લાગે છે કે હિંદુ મુલ્ય વસુધૈવ કુટુમ્બકમનાં કારણે જો બીડેનનું જીતવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમે તમામની સાથે સમાન વ્યવહાર કરવા માંગીએ છીએ.