અમેરિકામાં ૩૩ રાજ્યોમાં ચેપ વકર્યો, વેન્ટિલેટરની માંગ વધી
વોશિંગ્ટન: અમેરિકાના ૫૦માંથી ૩૩ રાજ્યોમાં કોરોના ચેપનો ઝડપી ફેલાવો જઇ રહ્યો છે. આ જ કારણ છે કે આવું પ્રથમ વખત છે કે જ્યારે સમગ્ર અમેરિકામાં ગત ૪ દિવસથી રોજ ઓછામાં ઓછા ૬૦ હજાર દર્દી મળી રહ્યાં છે. ગત ગુરુવારે અત્યાર સુધીના સૌથી વધુ ૭૧,૭૮૭ દર્દી મળ્યા હતા. જોકે ગત ૨૪ કલાકમાં ૬૧,૭૧૯ નવા કેસ સામે આવ્યા હતા.
સ્વાસ્થ્ય વિભાગે પહેલી વખત ફ્લાૅરિડાની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યા બહાર પાડી હતી. સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર તેના માટે વિભાગ પર દબાણ કરાયું હતું. ફ્લાૅરિડામાં ૬૯૯૧ દર્દી હોસ્પિટલમાં દાખલ છે. અહીં મિયામી ડેડ કાઉન્ટી હોટસ્પોટ તરીકે ઉભરી રહી છે. ગત ૧૪ દિવસમાં અહીંની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ૭૪ ટકા વધી ગઈ છે. આઈસીયૂમાં ૮૮ ટકા દર્દી વધ્યાં છે. જ્યારે વેન્ટિલેટરનો ઉપયોગ ૧૨૩ ટકા વધી ગયો છે. આ કાઉન્ટીમાં ચેપનો સરેરાશ દર ૧૮ ટકા વધ્યો છે.
જોકે તે અત્યાર સુધીનો સૌથી વધુ છે. અહીંના જેક્સન મેમોરિયલ હોસ્પિટલના ડાૅ. ડેવિડ જેરડાએ કહ્યું કે મિયામી ડેડ ફક્ત એક ઉદાહરણ છે. સંપૂર્ણ દક્ષિણ ફ્લાૅરિડામાં સ્થિતિ બદતર થઈ ચૂકી છે. સ્વાસ્થ્યકર્મીઓ પર કામનું ભારણ વધી ગયું છે. ટ્રમ્પ પણ સ્થિતિનું મૂલ્યાંકન કરવા શુક્રવારે મિયામી ડેડ પહોંચ્યા હતા. સમગ્ર ફ્લાૅરિડામાં કોરોનાના અત્યાર સુધી ૧૧,૪૩૩ કેસ સામે આવ્યા છે. જોકે ૯૩ મૃત્યુ થયા છે. કેલિફોર્નિયામાં ૧૪૯ નવા મૃત્યુ થયા છે. આ અહીં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ છે.