અમેરિકામાં ૩.૮૩ કરોડની સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થીનીનું અકસ્માતમાં મોત
Click link to download full Western Times (Ahmedabad English) epaper pdf
બુલંદશહેર, અમેરિકાના બોબસન કોલેજથી ૩.૮૩ કરોડ રૂપિયાની સ્કોલરશિપ મેળવનાર સુદીક્ષા ભાટીનું માર્ગ અકસ્માતમાં મોત નિપજયું છે દાદરી વિસ્તારની ડેરી સ્કનર ગામની રહેવાસી સુદીક્ષા પોતાના કાકાની સાથે બુલંદશહેરમાં રહેતા મામાને મળવા જઇ રહી હતી ત્યારે રસ્તામાં તેની સ્ક્રુટીને એક બુલેટ ચાલકે ટકકર મારી હતી જેથી તે નીચે પટકાઇ હતી અને ગંભીર ઇજાઓના પગલે મોત નીપજયું હતું.
સુદીક્ષા ભાટીને ૨૦ ઓગષ્ટે અમેરિકા જવાનું હતું કોરોના સંક્રમણના કારણે તે જુનના પહેલા અઠવાડીયામાં અમેરિકાથી ભારત આવી હતી. ડેરી સ્કનર ગામમાં રહેતા જિતેન્દ્ર ભાટીની પુત્રી સુદીક્ષા એચસીએલ ફાઉન્ડેશનની સ્કુલ વિદ્યાજ્ઞાનમાં ભણ હતી વર્ષ ૨૦૧૮માં સીબીએસઇ બોર્ડ પરીક્ષામાં સુદીક્ષા ૯૮ ટકા મેળવ્યા હતાં જેને કારણે અમેરિકાથી ૩.૮૩ કરોડ રૂપિયાની સ્કોેલરશિપ મળી હતી. તેણે ઓગસ્ટ ૨૦૧૯માં બોબસન કોલેજ ઓફ એન્ટરપ્રેન્યોરશિપમાં એડમિશન લીધુ હતું. સુદીક્ષાએ પાંચમા ધોરણ સુધીનું ભણતર ડેરી સ્ટનર ગામમાં પ્રાઇમરી સ્કુલમાં જ કર્યું હતું.HS