અમેરિકામાં ૪૩ વર્ષની મહિલાએ કોરોના વાઈરસની પહેલી વેક્સીન લીધી
વોશિંગ્ટન, દુનિયાભરમાં તેજીથી ફેલાઈ રહેલ કોરોનાવાઈરસની પહેલી વેક્સીન તૈયાર થઈ ગઈ છે. અમેરિકી શોધકર્તાઓએ રેકોર્ડ ટાઈમમાં વેક્સીન તૈયાર કરી તેનું પહેલું માનવ પરીક્ષણ કર્યું છે.અમેરિકામાં એક ૪૩ વર્ષીય મહિલાને કોરોનાવાઈરસની પહેલી વેક્સીન આપવામાં આવી. સિયાટલની રહેતી મહિલાએ આ વેક્સીનનો પહેલો ડોજ લીધો છે.અમેરિકાના સિયાટલના રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં ૬ અઠવાડિયાની મહેનત બાદ તૈયાર કરવામાં આવેલ આ વેક્સીન મહિલાને આપવામાં આવી.
કોરોનાવાઈરસની વેક્સીનનું માણસો પર આ પહેલું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ વેક્સીન દુનિયામાં રેકોર્ડ ટાઈમમાં વિકસિત કરવામાં આવી છે. અમેરિકી શોધકર્તા આ વેક્સીન તૈયાર કરવામાં એ સમયે જ લાગી ગયા હતા જ્યારે ચીનમાં કોરોનાવાઈરસ સામે આવ્યો હતો. કેપીડબલ્યૂ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિક આ વેક્સીનને વિકસિત કરવા સતત કોશિશ કરી રહ્યા હતા. હવે પહેલીવાર આનું ટેસ્ટિંગ માણસો પર કરવામાં આવ્યું છે. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાવાઈરસની વેક્સીન તૈયાર કરનાર શોધકર્તાઓની ટીમને તેમની સફળતા માટે શુભેચ્છા પાઠવી છે. હવે આ વેક્સીનનો ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવી ચૂક્યો છે. ઉમ્મીદ છે કે વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ સફળ રહેશે.