અમેરિકામાં ૪૩ હજાર નવા કોરોના સંક્રમિત, બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૫૭ હજાર સાજા થયા

વોશિંગ્ટન, અમેરિકા અને બ્રાઝીલમાં કોરોના મામલામાં વધારો જાેવા મળી રહ્યો છે જાે કે આ બંન્ને દેશોમાં કોરોનાના નવા મામલાની ગતિ ભારતની સરખામણીમાં અડધી છે અમેરિકા અને બ્રાઝીલમાં દુનિયાના ૩૬ ટકા કોરોનાના મામલા છે.
વલ્ર્ડોમીટર અનુસાર અમેરિકા ભારત અને બ્રાઝીલમાં છેલ્લા ચોવીસ કલાકમાં અનુક્રમે ૪૩૬૬૦,૭૨૧૦૬ અને ૩૦૪૫૪ નવા મામલા દાખલ કરવામાં આવ્યા છે જયારે અનુક્રમે ૭૯૦, ૯૯૧ અને ૭૯૮ મોત થયા છે
અમેરિકા અને બ્રાઝીલમાં ૨૪ કલાકમાં કુલ ૭૪ હજાર નવા કોરોના કેસ આવ્યા લગભગ આટલા જ મામલા જ એકલા ભારતમાં આવ્યા છે જયારે અમેરિકા બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ક્રમશ ૪૦૪૬૭,૫૭૫૬૯ દર્દી ઠીક થયા છે.
અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા ૭ ઓકટોબર સવારે સુધી વધી ૭૭ લાખ ૨૨ હજાર પહોંચી ગઇ છે તેમાંથી ૨ લાખ ૧૫ હજાર લોકોના મોત નિપજયા છે
ભારતમાં ૬૭ લાખ લોકો સંક્રમિત થઇ ચુકયા છે અને તેમાંથી એક લાખ ૪ હજાર લોકો પોતાનો જીવ ગુમાવી ચુકયા છે જયારે બ્રાઝીલમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪૯ લાખ ૭૦ હજારથી વધુ છે અહીં એક લાખ ૪૭ હજારથી વધુ લોકોના મોત નિપજયા છે.
અમેરિકામાં અત્યાર સુધી ૪૯ લોકો ઠીક પણ થયા છે ૨૫ લાખ ૭૧ હજાર હજુ પણ વાયરસથી સંક્રમિત છે ભારતમાં તેલ સંક્રમિતોમાંથી ૫૭ લાખ લોકો ઠીક થઇ ચુકયા છે.
અહીં ૯ લાખ ૯ હજારથી વધુ એકિટવ કેસ છે.જયારે દુનિયાના ત્રીજા સૌથી પ્રભાવિત દેશ બ્રાઝીલમાં એકિટવ કેસ ૪ લાખ ૭૦ હજાર થઇ ગયા છે અને રિકવરી થયેલ લોકોની સંખ્યા ૪૩ લાખ ૫૨ હજારથી વધુ છે.
કોરોનાના સંક્રમણ ભલે જ તેજીથી ફેલાઇ રહ્યું છે પરંતુ હવે તે એટલું ઘાતક નથી દુનિયાભરમાં ભય ફેલાવનાર કોરોના વાયરસ તાકિદે ખતમ થઇ જશે
અનેક દેશોના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ વાયરસ તેજીથી નબળી થઇ રહ્યું છે મહામારીની શરૂઆતમાં તેના સંક્રમણ જેટલું ઘાતક હતું હવે તે એવું રહ્યું નથી.HS