અમેરિકા અને ચીન વચ્ચે થઇ ઐતિહાસિક ટ્રેડ ડીલ
વોશિંગ્ટન, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર પુરૂ થયાની દિશામાં પહેલું કાર્ય ખતમ કરી ચુક્યા છે,બંને દેશોએ ટ્રેડ ડીલ પહેલા ફેઝ પર હસ્તાક્ષર કર્યા છે,ડિસેમ્બરનાં મહિનામાં બંને દેશ ટ્રેડ ડીલની દિશામાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. ટ્રેડ ડીલનાં પ્રથમ તબક્કા અનુસાર અમેરિકાએ ચીનથી આયાત થનારા સામાન પર લગાવવામાં આવેલા નવા ટેરીફને પાછા લેવાની ઘોષણા કરી હતી,બદલામાં ચીન અમેરિકા પાસેથી વધુ એગ્રી પ્રોડક્ટ ખરીદશે.
આ સોદા પર હસ્તાક્ષર થવાની સંભાવનાના કારણે દુનિયાભરનાં શેર બજારમાં તેજી જોવા મળી,જો કે ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. વ્હાઇટ હાઉસમાં આયોજીત કાર્યક્રમમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ચીન સાથે બીજા તબક્કાની વાતચીત ઝડપથી શરૂ કરવામાં આવશે, પહેલા તબક્કાની વાતચીતનો અમલ થતાની સાથે જ બીજા તબક્કા તરફ આગળ વધવામાં આવશે. જો કે ત્યાં સુંધી સેંકડો અબજ ડોલરની ચાઇનીઝ આયાત પર ટેરિફ પહેલાની જેમ લાગતું રહેશે, ટ્રમ્પએ કહ્યું કે બીજા ફેજ માટે જેવા સહેમતી બનશે અમે વધારાનો ટેરિફ પણ પાછો ખેંચી લઇશું. તેમણે કહ્યું કે આ ડીલ ઐતિહાસિક છે.
ચીન આગામી બે વર્ષમાં 200 ડોલરથી વધુનો અમેરિકન સામાન આયાત કરશે, તેમાં 50 અબજ ડોલરની એંગ્રી પ્રોડક્ટ, 75 અરબ ડોલરની મેન્યુફેક્ચરીંગ પ્રોડક્ટ અને 50 અબજ ડોલરની આયાત એનર્જી સેક્ટરથી થશે.આ પહેલા તબક્કાનાં વ્યાપાર કરાર પર ચીનનાં વડાપ્રધાન લિયૂ અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ હસ્તાક્ષર કર્યા હતાં.