અમેરિકા અને યૂરોપ યૂક્રેનની વહારે નહીં આવે તે વાત પુતિનને પહેલેથી જ ખબર હતી

નવીદિલ્હી, યૂરોપીય યુનિયન, નાટો અને અમેરિકા વચ્ચે યૂક્રેન બલિનો બકરો બની ગયું છે. અમેરિકા, યૂરોપીય યુનિયન અને નાટો દેશોએ રશિયા પર તમામ પ્રતિબંધ લગાવી દીધા છે. તેમ છતાં, લાગી રહ્યું છે કે, રશિયાને તેની પરવા નથી અત્યારે યુક્રેન પર હુમલો કરનાર રશિયાએ લાંબાગાળાની રણનીતિને ધ્યાને રાખી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાની સુરક્ષા નીતિ અને યૂરોપીય દેશની સ્થિતિ અંગે અંદાજાે લગાવી લીધો હતો. તેમને ખબર પડી ગઈ હતી કે, નાટો પણ આ યુદ્ધ વચ્ચે યૂક્રેનની મદદ કરવા માટે આગળ નહીં આવે. વ્લાદિમીર પુતિન છેલ્લા ૨-૩ વર્ષથી યૂક્રેનને ઘેરવાની સાથે સાથે અંદાજાે લગાવી રહ્યા હતા કે, યૂક્રેન પર હુમલો કરવાનો યોગ્ય સમય કયો રહેશે?
પુતિને ખૂબ જ સમજી વિચારીને આ સમયની પસંદગી કરી છે. થોડાક મહિના પહેલા અમેરિકી સેનાઓ અફઘાનિસ્તાનથી પરત ફરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને અમેરિકાની સુરક્ષા નીતિમાં કેટલાક ફેરફાર કર્યા છે. જાેઈ શકાય છે કે, અમેરિકાના હિત પર સંકટ નહીં આવે ત્યાં સુધી હવે અમેરિકા પહેલાની જેમ અન્ય દેશમાં સૈન્ય કાર્યવાહીથી હસ્તક્ષેપ નહીં કરે.
અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે, અમેરિકા પોતાની સૈન્ય સેના યૂક્રેન નહીં મોકલે. ઉપરાંત અમેરિકાએ સૈન્ય સલાહકાર અને યૂક્રેનને મદદ કરનાર લોકોને ત્યાંથી દૂર કરી દીધા છે. અમેરિકામાં જનતા આ બાબતે સ્પષ્ટ મત ધરાવે છે કે, અમેરિકાએ દેશની બહારના મામલાઓમાં જરૂરિયાત વગર હસ્તક્ષેપ ના કરવો જાેઈએ.
નાટો દેશ યૂક્રેન મામલે બહારથી તમાશા જાેઈ રહ્યા છે. રશિયા અને યૂક્રેનની સીમા પર ગઠબંધનના જે દેશ છે ત્યાં, નાટો સૈનિકો અને હથિયારમાં વધારો કરી રહ્યું છે.યૂરોપીય યુનિયન, નાટો અને અમેરિકા વચ્ચે યૂક્રેન બલિનો બકરો બની ગયું છે.
અમેરિકા, યૂરોપીય યુનિયન અને નાટો દેશોએ રશિયા પર તમામ પ્રતિબંધ લગાવી દીધા છે. તેમ છતાં, લાગી રહ્યું છે કે, રશિયાને તેની પરવા નથી. વર્ષ ૨૦૧૪માં રશિયાએ ક્રીમિયા પર કબ્જાે કર્યો તે સમયે રશિયા પર તમામ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા હતા. તેની પણ રશિયા પર કોઈ અસર જાેવા મળતી નહોતી.
હકીકત પર એક નજર નાખવામાં આવે તો રશિયા પ્રતિબંધ લગાવવામાં આવ્યા તે સમયે રશિયા મજબૂત બની ગયું હતું ઉપરાંત, તેની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ સુધરી ગઈ હતી. રશિયા પોતાની સૈન્યશક્તિ અને હથિયારોની ક્ષમતાના આધાર પર ફરી એકવાર મહાશક્તિ બની ગયું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં યુક્રેન અને રશિયાના સંબંધો બગડી ગયા છે. યૂક્રેન યૂરોપીય યુનિયન અને નાટો દેશ સાથે મળી ગયું હોવાના કારણે રશિયાને તે પસંદ આવ્યું નહોતું. વર્ષ ૨૦૧૯માં યૂક્રેને પોતાના સંવિધાનમાં સંશોધન કરીને યૂરોપીય યુનિયન અને નાટો સાથે જવાનો રસ્તો શોધી લીધો હતો.
આ પરિસ્થિતિમાં બંને દેશો વચ્ચે ખૂબ જ તણાવ સર્જાયો હતો. રશિયા સમર્થક રાષ્ટ્રપતિએ દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. યૂક્રેને મુક્ત વેપાર માટે યૂરોપીય યુનિયન સાથે સમજૂતી કરી હતી. રશિયાને તે બિલકુલ પણ પસંદ આવ્યું નહોતું. રશિયાને લાગી રહ્યું હતું કે જાે યૂક્રેન યૂરોપીય યુનિયનમાં શામેલ થઈ જશે તો યૂક્રેન રશિયાની અસર હેઠળ નહીં રહે અને યૂક્રેન નાટોમાં શામેલ થયું તો તે રશિયા માટે ખતરાની ઘંટી છે.
રશિયાએ હંમેશા અમેરિકા બાદ નાટોને પોતાનો સૌથી મોટો દુશ્મન માન્યો છે. જાે યૂક્રેન નાટોમાં શામેલ થઈ જાય તો તમામ નાટો દેશ યૂક્રેન સાથે ઊભા રહેત અને રશિયા માટે કાર્યવાહી કરવી ખૂબ જ અઘરી બની ગઈ હોત. યૂક્રેન યૂરોપીય યુનિયન અને નાટોની વધુ નજીક જવા માટે યૂક્રેને રશિયા સાથે સંબંધો ખરાબ કરી લીધા હતા, જે તેમના માટે જાેખમ બની ગયું હતું.
રશિયાએ યૂક્રેન પર હુમલો કર્યો છે અને યૂરોપીય યુનિયનના દેશ દૂર ઊભા રહીને તમાશો જાેઈ રહ્યા છે. યૂરોપીય દેશો અને નાટો તરફથી યૂક્રેનને સમર્થન આપતું કોઈપણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી. રશિયાની સાથે યુદ્ધના મેદાનમાં યુક્રેન એકલું જાેવા મળી રહ્યું છે.
તેમને અંદાજાે આવી ગયો હતો કે, જાે યૂક્રેન પર હુમલો કરવામાં આવશે તો કદાચ જ યૂરોપીય દેશોના સૈન્યનો સામનો કરવો પડશે. હાલની પરિસ્થિતિ જાેતા લાગી રહ્યું છે કે, રશિયા ખૂબ જ સરળતાથી યૂક્રેનને પોતાના નિયંત્રણમાં કરી લેશે અને ત્યારબાદ પોતાની શરતોના આધાર પર યૂક્રેનનું ભવિષ્ય નક્કી કરશે.HS