અમેરિકા અમને દુશ્મન સમજવાની ભૂલ કરી રહ્યું છે, ૯/૧૧ જેવો હુમલો ફરી થઈ શકે: ચીન

બીજીંગ, ગ્લોબલ ટાઈમ્સના એડિટર હૂ શિજિને આશંકા વ્યક્ત કરી કે અમેરિકામાં ૯/૧૧ જેવો હુંમલો ફરી થઈ શકે છે. શિજિને આ હુમલાના ૨૦ વર્ષ પુરા થવા પર વાત કરતા આ કહ્યું.
ગ્લોબલ ટાઈમ્સના એડિટર હૂ શિજિને કહ્યું કે ૧૧ સપ્ટેમ્બરનો હુમલો ૧૯ આતંકીઓએ કરેલો આત્મઘાતી હુમલો હતો. પરંતું આ આતંકવાદીનો આત્મઘાતી હુમલો નહોતો. આતંકવાદી બીજા ઘાતક હુમલા માટે શક્તિ ભેગી કરશે. સમય બતાવશે કે ચીને પોતાનો સૌથી મોટો દુશ્મન સમજવું એક ભૂલ છે.
ચીન અને અમેરિકાની વચ્ચે સંબંધ વણસ્યા છે. ચીનમાં ઉઈગર મુસ્લિમો પર અત્યાચારને લઈને અમેરિકાના સહયોગીઓએ ચીન પર પ્રતિબંધ લગાવ્યા છે. આ દરમિયાન ૧૧ સપ્ટેમ્બરે હુમલાની ૨૦મી એનિવર્સરી પર ચીને વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયોએ કહ્યું કે અમેરિકાને પોતાના વિચારો અને રાજનીતિક ફાયદાના આધાર પર આતંકવાદીઓની પરિભાષિત કરવાનું બંધ કરવુ જાેઈએ.
તેમણે કહ્યું કે આતંકી ફક્ત આંતકી હોય છે. રાજનીતિક ફાયદાને જાેઈને આતંકીઓની પરિભાષાતાનો મતલબ છે આતંકી ગતિવિધીઓને નજરઅંદાજ કરવુ, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકની વિરુદ્ધ જાેઈન્ટ લડાઈ નબળી પડી જાય છે.
હૂ શિજિને આ પહેલ ભારત- ચીન બોર્ડર વિવાદને લઈને ભારતને ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે જાે ભારતીય સૈનિક પેંગોંગ ઝીલના દક્ષિણ તટથી નહીં હટે તો ચીન સેના પૂરી ઠંડીમાં તેમનો સામનો કરશે. તેમણે કહ્યું કે ભારતીય સૈનિકોનું સંચાલન તંત્ર બહું ખરાબ છે.
અનેક ભારતીય જવાનો ઠંડીમાં મરી જશે અથવા કોરોનાથી. શિજિને ટ્વીટ કરી કહ્યું કે જાે યુધ્ધ થાય છે તો ભારતીય સેનાને તેજીથી હરાવી શકાય છે. શિજિન આ ટ્વીટ બાદ ઘણા ટ્રોલ થયા અને સિયાચીનને લઈને તેમને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. તેમને ટ્વીટર પર યુઝર સાયને લખ્યું કે આ કહાની બીજા કોઈને સંભળાવજાે. ભારતીય સેના ચીનથી જરાય ઓછી નથી. અમારી સેના સિયાચીન જેવા દુનિયાના સૌથી ઉંચા જંગના મેદાનની રક્ષા કરે છે.HS