અમેરિકા : કોરોનાના લીધે મોતનો આંકડો વધીને ૯૩
વોશિંગ્ટન: અમેરિકામાં કોરોના વાયરસના ફેલાવાના માહોલમાં તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેની અસર દેખાઇ રહી નથી. અમેરિકામાં પણ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. કુલ કેની સંખ્યા વધીને ૪૭૧૮ સુધી પહોંચી ગઇ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ સાત લોકોના મોત થઇ ગયા છે. આની સાથે જ મોતનો આંકડો વધીને ૯૩ ઉપર પહોંચી ગયો છે. અમેરિકામાં ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા ૧૨ નોંધાયેલી છે.
યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હાહાકાર મચેલો છે. અમેરિકી લોકો એકત્રિત થઇ રહ્યા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ પણ જારદારરીતે સક્રિય થયેલા છે. એરપોર્ટ ઉપર ઉંડી ચકાસણી થઇ રહી છે. અમેરિકા દ્વારા વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. ઓહિયો અને ઇલિનોઇઝમાં તમામ બાર અને રેસ્ટોરન્ટને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. અલબત્ત કેરીઆઉટ અને ડિલિવરી જારી રાખવામાં આવી છે. ન્યુયોર્કમાં સ્કુલોને બંધ જાહેર કરાઈ છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સીટીવાઇઝ બંધની જાહેરાત કરાઈ છે.
કોરોના વાયરસના કેસોને રોકવા માટે અમેરિકામાં વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. અમેરિકામાં પણ વાયરસે જારદાર આતંક મચાવ્યો છે. ગંભીર લોકોની સંખ્યા પણ ખુબ મોટી રહેલી છે. આવી સ્થિતિમાં હાલ સુધારો નહીં થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અન્ય દેશોની જેમ જ અમેરિકામાં પણ ચિંતાજનક રીતે કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એલર્ટની જાહેરાત પણ તમામ જગ્યાએ કરાયેલી છે. કેટલાક પ્રાંતોંમાં ઇમરજન્સી પણ જાહેર થયેલી છે.