Western Times News

Gujarati News

અમેરિકા ટૂંક સમયમાં જ ટિકટોક પ્રતિબંધ પર અંતિમ નિર્ણય લઈ શકે છે

વોશિંગ્ટન, અમેરિકા ટૂંક સમયમાં જ ટિકટોક પ્રતિબંધ પર અંતિમ નિર્ણય લઈ શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વિરુદ્‌ધ કેમ્પેઈન ચલાવી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની આ એપ અમેરિકન નાગરિકોની જાસુસી કરી રહી છે. થોડા દિવસ પહેલાં ટ્રમ્પે ટિકટોક પર પ્રતિબંધ વિશે વિચાર કરવાની વાત કહી હતી.

ભારતે ગયા મહિને જ ચીનની ૫૯ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકન એનએસએ રોબર્ટ ઓ’બ્રાયન અને વિદેશ મંત્રીએ ભારતના કડક પગલાંના વખાણ કર્યા હતા. ન્યૂયોર્ક ટાઇમ્સના પત્રકાર ટેલર લોરેન્ઝે સૌથી પહેલા ટ્રમ્પના ટિકટોક વિરોધી અભિયાન વિશેની માહિતી તેના ટિ્‌વટર હેન્ડલ પર શેર કરી હતી. ઝુંબેશની ટેગલાઇન છે – ટિકટોક તમારી જાસૂસી કરે છે. તેમાં વધુમાં જણાવ્યું છે કે અમેરિકન નાગરિકોને પ્રાઈવસી એટલે કે ગોપનીયતાનો અધિકાર છે.

જ્યારે યુઝર્સ આ જાહેરાત સાથેની એક લિંક પર જાય છે, ત્યારે તેને ત્યાં એક સર્વે પણ કરવામાં આવે છે. તેમાં પુછાય છે- શું તમને લાગે છે કે ટ્રમ્પે અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવો જોઈએ? આ સવાલ સાથે યુઝર્સને ટ્રમ્પના ચૂંટણી પ્રચાર માટે દાન આપવાની વિનંતી પણ કરવામાં આવી છે.

અમેરિકન વેબસાઇટ માશાબેલ અનુસાર, ટિકટોક એ એક નવી સોશિયલ મીડિયા કંપની છે જેના દ્વારા ટ્રમ્પ દાન મેળવવા માંગે છે. અગાઉ સ્નેપચેટ અને ટિ્‌વટર પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે ૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલ કરવાનો પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયા કંપનીઓ પહેલાથી જ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને નિશાન બનાવી ચૂકી છે.

નિષ્ણાતો ટિકટોકના કેસને જુદી રીતે જુએ છે, કારણ કે અમેરિકા કે ભારત જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં, ટિકટોક મારફત ચીન આ દેશોની જાસૂસી કરી રહ્યું હોવાની શંકા અને આશંકા વધી રહી છે. તેથી, તેને રાષ્ટ્રવાદ સાથે જોડવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટિકટોક અથવા અન્ય ચીની એપ્લિકેશન ચીનને યુઝર ડેટા મોકલી રહી છે અને આ રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે.

ભારતમાં જયારે પ્રતિબંધ મુકાયો ત્યારે કંપનીએ કહ્યું હતું કે તે યુઝર ડેટા શેર નથી કરતી, પણ માશાબેલના રિપોર્ટમાં આનાથી વિરુદ્‌ધ દાવો કરાયો છે. આ મુજબ, અમેરિકામાં ટિકટોક ઓપરેટરોએ કહ્યું છે કે તેઓ બીજા કોઈ સાથે યુઝર ડેટા શેર કરતા નથી અને તેમને આમ કરવા કહેવામાં આવ્યું છે. બીજી તરફ, ૨૦૧૭નો એક ચીની કાયદો જણાવે છે – જો ચીની સરકાર ઇચ્છે તો રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તે આ કંપનીઓને યુઝર ડેટા આપવા માટે કહી શકે છે. એટલે, ટિકટોક બે વાતો કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.