અમેરિકા પછી ૨.૫ કરોડ કેસ પાર કરનારો ભારત બીજાે દેશ
ભારતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયોે, ભારતમાં ૧૪ દિવસમાં જ ૫૦ લાખ કેસ નોંધાયા અગાઉ આ સંખ્યા પાર કરતા ૧૨૧ દિવસ થયા હતા
નવી દિલ્હી, ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અમેરિકા પછી ભારત બીજાે દેશ બન્યો છે કે જ્યાં કુલ કેસનો આંકડો ૨.૫ કરોડને પાર પહોંચી ગયો છે. આ પછી બ્રાઝિલ દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત દેશ છે કે જ્યાં દોઢ કરોડથી વધારે કેસ નોંધાયા છે.
અગાઉના આંકડા સાથે સરખામણી કરીએ તો જાણવા મળે છે કે, ૫૦ લાખ કેસ ૧૪ જ દિવસમાં નોંધાયા છે. આ પહેલા ૫૦ લાખ કેસ થતા ભારતમાં ૧૨૧ દિવસનો સમય લાગ્યો હતો. જે પછી કેસમાં ઝડપથી વધારો થવા લાગ્યો હતો. રવિવાર પછી સોમવારે સતત બીજા દિવસે કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે.
બીજા દિવસે પણ ત્રણ લાખ કરતા ઓછા કેસ નોંધાયા છે. આ સાથે મૃત્યુઆંક પણ ૪૦૦૦ કરતા ઓછો નોંધાયો છે. રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં દેશમાં ૨.૬ લાખ નવા કેસ અને ૩,૭૧૯ મૃત્યુ નોંધાયા છે. નવા કેસમાં મોટો ઘટાડો થવાની સાથે એક્ટિવ કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, જેમાં ૧.૫ લાખનો ઘટાડો નોંધાયો છે,
જાેકે, હજુ પણ દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૩૦ લાખની ઉપર જ છે. રાજ્ય પ્રમાણે નજર કરીએ તો કર્ણાટકામાં સૌથી વધુ ૩૮,૦૦૦ કેસ નોંધાયા છે, આ પછી તામિલનાડુમાં ૩૩,૦૦૦ કેસ સોમવારે નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ૨૬,૬૧૬ અને કર્ણાટકામાં ૨૧,૪૦૨ નવા કેસ નોંધાયા છે.
આ સિવાય અન્ય ચાર રાજ્યોમાં ૧૦,૦૦૦થી ૨૦,૦૦૦ની વચ્ચે કેસ નોંધાયા છે, જેમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને ઓડિશાનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશમાં ૧૦,૦૦૦ કરતા ઓછા કેસ નોંધાયા છે જ્યારે દિલ્હી કોરોનાના કેસનું એપિસેન્ટર બન્યું હતું પરંતુ ત્યાં ૫૦૦૦ કરતા ઓછા કેસ નોંધાયા છે.
દેશના ૧૨ રાજ્યો છે કે જ્યાં કોરોનાના એક દિવસમાં ૧૦૦થી વધારે મોત નોંધાયા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૫૧૬ લોકોના મોત થયા છે, જ્યારે કર્ણાટકામાં ૪૭૬નાં મોત થયા છે. દેશની રાજધાની અને તામિલનાડુમાં ૩૦૦થી વધુના મોત નોંધાયા છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં ૨૮૫નાં મોત થયા છે. આ સિવાયના રાજ્યો કે જ્યાં ૧૦૦થી વધુના મોત થયા છે તેમાં પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, હરિયાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.