અમેરિકા બેરોજગારોને દર અઠવાડીયે રૂ.૨૨ હજાર આપશે
વોશિગ્ટન: કોરોના વાયરસના કારણે ઘટતી અમેરિકી અર્થવ્યવસ્થાને ઉઠાવવા માટે સંસદ તરફથી કોરોના આર્થિક પેકેજ પર સહમતિ બનાવી લેવામાં આવી છે જયારે બીજી તરફ કોરોના વાયરસના કારણે પ્રભાવિત થયેલ કારોબા સ્કુલ અને આરોગ્ય સર્વિસેજની મદદ પણ કરવામાં આવી રહી છે. એ યાદ રહે કે ગત એક મહીનાથી આ પેકેજ પર સર્વસમતિ બનાવવાને લઇ પ્રયાસો કરવામાં આવી રહ્યાં હતા.
દેશના આર્થિક સ્થિતિને પાટા પર લાવવા માટે અમેરિકી સંસદ તરફથી ૯૦૦ બિલિયન ડોલર એટલે કે ૬૬૩ લાખ કરોડ રૂપિયાના કોરોના આર્થિક પેકેજ પર સહમતિ બની છે. આ પેકેજમાં બેરોજગારોને દર અઠવાડીયે ૩૦૦ ડોલર એટલે કે ૨૨ હજાર રૂપિયા આપવામાં આવશે આ સાથે જરૂરીયાતમંદ લોકોને ૬૦૦ ડોલર એટલે કે ૪૪ હજાર રૂપિયા આપવામાં આપશે આ ઉપરાંત નવી જાેગવાઇ હેઠળ સૌથી વધુ પ્રભાવિત કારોબારો સ્કુલ અને આરોગ્ય સેવાઓની મદદ કરવામાં આવશે
જાે બ્રિડેન ૨૦ જાન્યુઆરીએ નવા રાષ્ટ્રપતિ તરીકે સોંગદ લેશે તેના માટે તેમણે અત્યારથી જ સત્તા સંભાળવાની તૈયારીઓ શરૂ કરી દીધી આ પહલા આ પેકેજ અમેરિકા અને વૈશ્વિક ઇકોનોમીને બુસ્ટ કરવામાં ખુબ સહાયક થઇ શકે છે બ્રિડેન અનુસાર એક મહીનામાં બધુ બરાબર થઇ જશે જેના માટે તે પોતાની ટીમને પસંદ કરી રાખી રહ્યાં છે બ્રિડેને કહ્યું કે કોરોના આર્થિક પેકેડ અમેરિકી લોકો માટે રાહતના સમાચાર છે.
અમેરિકી રાહત પેકેજ પર સંસદમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કોરોના વાયરસ મહામારીને કારણે પ્રભાવિત થયેલ લોકોની મદદ કરવા અને અર્થવ્યવસ્થામાં ગતિ આપવાના હેતુથી નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ બ્રિડેન આ સમજૂતિને લાગુ કરવાના પક્ષમાં હતાં. કોંગ્રેસમાં સોમવારે આ વિધેયક પર મતદાન કરવામાં આવ્યું હતું સીનેટની બહુમતના નેતા મિચ મેકકોનેલ અનુસાર આ અમરીકી લોકો માટે એક વધુ પેકેજ હશે આ પેકેજની રાહત અમેરિકી લાંબા સમયથી જાેઇ રહ્યાં હતાં.