અમેરિકા, બ્રિટન અને ચીનથી રસી બનાવવામાં રશિયા આગળ વધી ગયું
મોસ્કો, રશિયા ઓક્ટોબરથી પોતાના દેશમાં મોટા પાયે કોરોના વાયરસ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યો છે. રશિયા જેનો દાવો કરે છે તેનો અર્થ એ છે કે તે અમેરિકા, બ્રિટન અને ચીનથી રસી બનાવવામાં આગળ વધી ગયું છે. જો કે, રશિયાના દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. પરંતુ જો રશિયન કોરોના રસી પહેલા સફળ સાબિત થાય છે, તો ભારત પણ તેનો પુરવઠો મેળી શકે છે.
રશિયન અધિકારીઓએ કહ્યું છે કે મુખ્ય રસી ૧૦ ઓગસ્ટ સુધીમાં મંજૂરી આપી દેવામાં આવી શકે છે. તેઓ ભારત, બ્રાઝિલ અને સાઉદી અરેબિયા જેવા દેશો સાથે રસીના વેચાણ અંગે પણ સોદો કરવાનો ઇરાદો ધરાવે છે. રશિયાએ કહ્યું હતું કે તે આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં રસીનું ઉત્પાદન શરૂ કરશે અને ઓક્ટોબરથી દેશમાં રસીકરણ અભિયાન શરૂ થશે. વિશેષ બાબત એ છે કે રસીના અજમાયશને ઝડપી બનાવવા માટે, રશિયાના સંશોધકોએ જાતે જ આ રસી લગાવી હતી.
આ તરફ યુએસ-યુકે કોરોના રસીની ટ્રાયલ વિશે ઘણી માહિતી પ્રકાશિત કરવામાં આવી છે, પરંતુ રશિયન રસી વિશે માત્ર મર્યાદિત માહિતી બહાર આવી છે. પુષ્ટિ વિનાના અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રશિયન રસી દેશના ધનિક લોકોમાં મળવા લાગી છે.
રશિયાના રેગ્યુલેટર્સ આ મહિને દેશની પ્રથણ વેક્સિનને મંજૂરી આપી શકે છે અને તેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે મોસ્કોના ગમલેયા ઈન્સ્ટીટ્યૂટે વેક્સિનનું પરીક્ષણ કર્યું છે. અને હવે તેના પેપર વર્કનું કામ ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે વિશ્વમાં વેક્સિન બનાવવાની હોડ જામી છે કે કયો દેશ પહેલા વેક્સિન બનાવશે. ચીન, રશિયા, બ્રિટન અને અમેરિકાની વેક્સીન ટ્રાયલમાં છે. બ્રિટેનની વેક્સિનનું છેલ્લુ ટ્રાયલ ચાલી રહ્યું છે. તો ભારતની કંપનીએ પણ બ્રિટેનની કંપની સાથે કરાર કર્યો છે. જેમાં બન્ને કંપની વેક્સિનને ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ સાથે વેક્સિન બનાવશે.