અમેરિકા ભારતને મહાઘાતક રીપર ડ્રોન વેચશે
નવી દિલ્હી, ભારત અને ચીન વચ્ચે સરહદ પર વિસ્ફોટક સ્થિતિ છે અને બીજી તરફ ભારત પોતાની સેનાને મજબૂત બનાવવા માટે મિલિટરી શોપિંગ પણ કરી રહ્યુ છે. જોકે ચીન સામે ભારતને લશ્કરી રીતે મજબૂત કરવા માટે અમેરિકા તમામ મદદ કરી રહ્યુ છે.હવે અમેરિકાએ ભારતને તેના સૌથી ઘાતક એમક્યુ-9એ રીપર ડ્રોન વેચવાનુ નક્કી કર્યુ છે.આ ડ્રોનનો દુનિયામાં બીજા કોઈ ડ્રોન મુકાબલો કરી શકે તેમ નથી.આ ડ્રોન ઘાતક હેલફાયર મિસાઈલ્સથી સજ્જ હોય છે.ભારત અને અમેરિકા વચ્ચે થનારી આ હથિયારની સંભવિત ડીલથી ચીન જ નહી પાકિસ્તાન પણ પરેશાન છે.
મળતી વિગતો પ્રમાણે ભારતે અમેરિકા પાસેથી આવા 30 રીપર ડ્રોન ખરીદવાનુ નક્કી કર્યુ છે.આ ડીલ માટે 22000 કરોડ રુપિયા ભારતે ચુકવવા પડશે.ડિલ બે હિસ્સામાં થશે.પહેલા સ્ટેજમાં મીડિયમ એલ્ટીટ્યુડ લોન્ગ એન્ડોરન્સ ડ્રોન ખરીદવામાં આવશે.જેની ડિલિવરી આગામી કેટલાક મહિનામાં થઈ જશે.બાકીના 24 ડ્રોન આગામી 3 વર્ષ દરમિયાન ભારતને મળશે.