અમેરિકા ભારત સાથે છે તેમજ ભારતના દાવાઓનું સમર્થન કરે છે
વોશિંગ્ટન: અમેરિકાએ એકવાર ફરીથી ચીનને જબરદસ્ત મોટો આંચકો આપીને ભારતને મજબૂત સાથ આપ્યો છે. અરૂણાચલ પ્રદેશ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારત સાથે છે અને ભારતના દાવાઓનું સમર્થન કરે છે. અરૂણાચલ પ્રદેશ અંગે ચીને હાલમાં જ વિવાદિત નિવેદનો આપ્યો. આ બધા વચ્ચે અમેરિકાએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે. અમેરિકાના ગૃહ વિભાગે નિવેદન બહાર પાડીને કહ્યું છે કે લગભગ ૬૦ વર્ષથી અમેરિકાએ અરૂણાચલ પ્રદેશને ભારતના ભાગ તરીકે સ્વીકાર્યું છે. અમે વાસ્તવિક નિયંત્રણ રેખા પર કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી, પછી ભલે તે સૈન્ય હોય કે નાગરિક, તેના દ્વારા ક્ષેત્રીય દાવાઓને લઈને એકપક્ષીય કોશિશનો પૂરજોશમાં વિરોધ કરીએ છીએ.
અમેરિકાના ગૃહ વિભાગે વધુમાં કહ્યું કે જ્યાં સુધી વિવાદિત વિસ્તારોની વાત છે તો અમે ફક્ત એટલું કહી શકીએ કે અમે ભારત અને ચીનને દ્વિપક્ષીય રસ્તા દ્વારા તેને ઉકેલવા માટે પ્રેરિત કરીએ છીએ અને સૈન્યબળનો ઉપયોગ ન કરવાની અપીલ કરીએ છીએ. અમેરિકાનું આ નિવેદન અરૂણાચલ પ્રદેશને પચાવી પાડવાની ચીનની કોશિશો માટે જબરદસ્ત ઝટકા સમાન છે. ચીન હંમેશાથી અરૂણાચલ પ્રદેશ પર પોતાની ખરાબ નજર જમાવી બેઠું છે.
તે સમયાંતરે આ અંગે નિવેદનો પણ આપ્યા કરે છે. ગત મહિને જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિન તરફથી અરૂણાચલ પ્રદેશમાંથી ગાયબ ૫ યુવકો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે શીધો જવાબ આપવાની જગ્યાએ અરૂણાચલ પ્રદેશને ચીનનો ભાગ ગણાવી દીધો. તેમણે કહ્યું હતું કે ચીને ક્યારેય અરૂણાચલ પ્રદેશને માન્યતા આપી નથી, તે ચીનના દક્ષિણ તિબ્બતનો વિસ્તાર છે. નોંધનીય છે કે ત્યારબાદ ચીનની સેનાએ સ્વીકાર્યું હતું કે અરૂણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા ૫ યુવતો તેમની સરહદમાંથી મળી આવ્યા છે.
હાલમાં જ અરૂણાચલ પ્રદેશની સરહદ પર ચીનના નવા કાવતરાનો ખુલાસો થયો હતો. અરૂણાચલ પ્રદેશ પાસે ન્છઝ્ર પર ૬ વિસ્તારોમાં ચીને જવાનોની તૈનાતી વધારી હતી. અપર સુબાનસિરીના અસાપિલા, લોંગજૂ, બીસા અને માઝામાં તણાવ છે. ચીને અરૂણચાલ પ્રદેશના બીસામાં એલએસી નજીક એક રસ્તો પણ બનાવ્યો છે. અરૂણાચલ પ્રદેશમાં ન્છઝ્ર નજીક ૪ સંવેદનશીલ વિસ્તારોમાં સેના સતર્ક છે.