અમેરિકા: મહાભિયોગ ટ્રાયલમાં રાષ્ટ્રપતિ ટ્રંપને રાહત
વોશિંગટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ની ખુરશી માંડ-માંડ બચી ગઇ છે. અમેરિકી સીનેટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વિરૂદ્ધ ચલાવવામાં આવેલા મહાભિયોગ 52-48ના અંતરથી પડી ગઇ. ટ્રંપ પર સત્તાનો દુરઉપયોગ અને સંસદની કાર્યવાહી બાધિત કરવાના આરોપ હતા. ટ્રંપ બંને આરોપોમાં માંડ માંડ બચ્યા. સત્તાનો દુરઉપયોગ કરવાના મામલે ટ્રંપ 52-48ના અંતરથી છુટકારો થયો તો બીજી તરફ અમેરિકી કોંગ્રેસ એટલે કે સંસદના કામમાં વિઘ્ન પહોંચાડવામાં ટ્રંપ 53-47ના અંતરથી બરી કરવામાં આવ્યા.
સીનેટર્સ અમેરિકાના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સની અધ્યક્ષતામાં સીનેટના ફ્લોર પર એક-એક કરીને મતદાન કર્યું. તમને જણાવી દઇએ કે અમેરિકી સંસદમાં સત્તાધારી રિપબ્લિકન પાર્ટીની પાસે જ્યાં સીનેટમાં 53 સીટ છે, તો બીજી તરફ ડેમોક્રેટ્સની પાસે 47 સીટ છે.