અમેરિકા સમેત ૪૮ રાજ્યોએ ફેસબુક સામે કેસ દાખલ કર્યો
નવી દિલ્હી: અમેરિકાની સરકાર અને ૪૮ રાજ્યોએ ફેસબુકની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની પર પ્રતિસ્પર્ધાત્મક આચરણ, બજાર શક્તિનું એકાધિકાર અને નાના પ્રતિયોગીઓને કચડવાના આરોપ લગાવવામાં આવ્યા છે. ફેડરલ ટ્રેડ કમિશન અને ૪૮ સ્ટેટ એટોર્ની જનરલો દ્વારા બુધવારે કંપની પર કેસ ચલાવવાના ર્નિણય બાદ તરત જ સ્ટોક એક્સચેન્જાેમાં ફેસબુકના શૅરમાં મોટું ગાબડું જાેવા મળ્યું. ન્યૂયોર્કના અટોર્ની જનરલ લેટિટિયા જેમ્સના નેતૃત્વવાળા ગઠબંધને આરોપ લગાવ્યો કે ફેસબુકે પોતાના એકાધિકાર માટે પ્રતિસ્પર્ધાને ખતમ કરવા માટે એક વ્યવસ્થિત રણનીતિ બનાવી છે.
તેમાં ૨૦૧૨માં પ્રતિદ્વંદી ઇન્સ્ટાગ્રામનું અધિગ્રહણ, મોબાઇલ મેસેજિંગ એપ વોટ્સએપનું ૨૦૧૪માં અધિગ્રહણ અને સોફ્ટવેર ડેવલપર્સ પર વિરોધી પ્રતિસ્પર્ધાત્મક પરિસ્થિતિઓનો સમાવેશ સામેલ છે. કેસનો વિરોધ કરતાં ફેસબુકના વાઇસ પ્રેસિડન્ટ અને વકીલ જેનિફર ન્યૂસ્ટેડે તેને સંશોધનવાદી ઈતિહાસ ગણાવ્યો. આ કેસનો ઉદ્દેશ્ય ફેસબુકના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના પૂર્વ અધિગ્રહણોને સામેલ કરવા અને ફેસબુકના વિરોધી પ્રતિસ્પર્ધાત્મક પ્રથાઓને સામેલ કરવાથી રોકવાનું સામેલ છે. ફરિયાદ અનુસાર ફેસબુક દુનિયાની અગત્યની પર્સનલ સોશિયલ નેટવર્કિંગ સેવા છે અને અંગત સામાજિક નેટવર્કિંગ સેવાઓ માટે એબ બજારમાં એકાધિકાર શક્તિ છે.
આવી પરિસ્થિતિનું નિર્માણ કરીને ફેસબુકે ચોંકાવનારો નફો રળ્યો છે. માત્ર ૨૦૧૯માં જ ફેસબુકે ૭૦ બિલિયન અમેરિકન ડૉલરથી વધુનું રેવન્યૂ અને ૧૮.૫ બિલિયન અમેરિકન ડૉલરથી વધુનો નફો થયો. કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફેસબુકે પોતાના વર્ચિસ્વ માટે સંભવિત પ્રતિસ્પર્ધી ખતરાઓને ટાર્ગેટ કર્યા. ઇન્સ્ટાગ્રામ, ઝડપથી આગળ વધતું સ્ટાર્ટઅપ, વ્યક્તિગત સામાજિક નેટવર્કિંગ પ્રતિયોગિતામાં એક અગત્યના સમયમાં ઉભર્યું, જ્યારે વ્યક્તિગત સામાજિક નેટવર્કિંગ સેવાઓના ઉપયોગકર્તા ડેસ્કટોપ કોમ્પ્યૂટરથી સ્માર્ટફોન તરફ પલાયન કરી રહ્યા હતા અને જ્યારે યૂઝર્સ ઝડપથી ફોટો-શેરિંગને અપનાવી રહ્યા હતા.
ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગ સહિત ફેસબુકના અધિકારીઓએ ઝડપથી જાણી લીધું કે ઇન્સ્ટાગ્રામ એક જીવંત અને અભિનવ વ્યક્તિત્વ સામાજિક નેટવર્ક છે અને ફેસબુકની એકાધિકાર શક્તિ માટે એક સંભવિત ખતરો છે. તેથી કંપનીએ તેનો મુકાબલો કરવાને બદલે ઇન્સ્ટાગ્રામને ખરીદી લીધું. એપ્રિલ ૨૦૧૨માં ૧ બિલિયન અમેરિકન ડૉલરના અધિગ્રહણ દ્વારા પ્રત્યક્ષ રીતે ઇન્સ્ટાગ્રામના ખતરાને અસર વગરનું કરી દીધું.