અમેરિકા સેનાએ ઇસ્લામિક સ્ટેટના વડા અબુ ઇબ્રાહિમનો ખાત્મો કર્યો
વોશિગ્ટન, અમેરિકી સેનાએ એક સ્પેશિયલ ઓપરેશનમાં ઈસ્લામિક સ્ટેટના નેતા અબુ ઈબ્રાહિમ અલ-હાશિમી અલ કુરેશી માર્યો ગયો છે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડેને પોતે આ માહિતી આપી હતી.
બીજી તરફ, જ્યાં આઇએસ આતંકી માર્યો ગયો, ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે હુમલામાં ૧૩ વધુ લોકોના પણ મોત થયા છે. જેમાં છ બાળકો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.
બિડેને એક નિવેદનમાં કહ્યું, “અમારા દળોના કૌશલ્ય અને બહાદુરીના કારણે જ અમે આઇએસના નેતા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશીને મારી નાખ્યા. ઓપરેશનમાં સામેલ તમામ અમેરિકનો સુરક્ષિત રીતે પરત ફર્યા છે.”
બીજી તરફ, અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને આ હુમલામાં લક્ષ્?યાંકનો ખુલાસો નથી કર્યો, પરંતુ ઓપરેશનને સંપૂર્ણ સફળ ગણાવ્યું છે. પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જાેન કિર્બીએ જણાવ્યું હતું કે યુએસ સૈનિકોના જાનહાનિના કોઈ અહેવાલ નથી.
પૂર્વ આઈએસ ચીફ બગદાદીના મોત બાદ ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ અબુ ઈબ્રાહિમે આઈએસની કમાન સંભાળી હતી. તેઓ અમીક મોહમ્મદ સૈદ અબ્દાલ રહેમાન અલ-માવલા તરીકે પણ જાણીતા હતા.
કહેવાય છે કે અમેરિકી સેનાએ આ ઓપરેશન તે જ જગ્યાએ કર્યું હતું જ્યાં અઢી વર્ષ પહેલા અબુ બકર અલ-બગદાદી માર્યો ગયો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, બગદાદીની જેમ અબુ ઈબ્રાહિમે પણ પોતાના આત્મઘાતી પટ્ટાનું બટન દબાવીને પોતાની જાતને ઉડાવી દીધી હતી. જેમાં તેની સાથે તેના પરિવારના સભ્યોનું પણ મોત થયું હતું.
નોંધનીય છે કે આ પહેલા ૨૦૧૯માં પણ અમેરિકાએ સીરિયામાં આવી જ સૈન્ય કાર્યવાહી હાથ ધરીને આઇએસની સ્થાપના કરનાર આતંકવાદી અબુ બકર અલ-બગદાદીને પણ મારી નાખ્યો હતો.
જાેકે, પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન બગદાદીની હત્યા કરવામાં આવી હતી. હવે લગભગ અઢી વર્ષ બાદ જાે બિડેન પ્રશાસને સીરિયામાં મોટું ઓપરેશન ચલાવીને બગદાદીના ઉત્તરાધિકારીને પણ મારી નાખ્યો છે.HS