અમેરિકા સ્થિત ડીએક્સ પાર્ટનર્સે અમદાવાદમાં પોર્ટફોલિયો કંપનીનું લોન્ચિંગ કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/02/DX-Partners-1024x398.jpg)
અમદાવાદ – અમેરિકા સ્થિત ડીએક્સ.પાર્ટનર્સે અમદાવાદમાં પોતાની પોર્ટફોલિયો કંપનીનું લોન્ચિંગ કર્યું હતું. આ લોન્ચિંગ ઈવેન્ટના ઉપક્રમે યોજાયેલા એક પરિસંવાદમાં ગુજરાતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે ઉપલબ્ધ તકો અને તેના ભવિષ્ય અંગે ચર્ચા પણ થઈ હતી. આઈટી ક્ષેત્રના અનેક નિષ્ણાંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમણે જણાવ્યું હતું કે બેંગ્લોર, પૂણે, હૈદરાબાદની જેમ ગુજરાતમાં પણ અનેક પ્રતિભાઓ તથા તકો રહેલી છે જેઓ ગુજરાતને આ ક્ષેત્રનું કેન્દ્ર બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.