અમેરિકી ચુંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોએ શાનદાર પ્રદર્શન કર્યું
નવીદિલ્હી, અમેરિકી ચુંટણીમાં ભારતવંશીઓએ પણ જીતનો પરચમ લહેરાવ્યો છે ભારતીય મૂળની અમેરિકી કોંગ્રેસ સભ્ય પ્રમિલા જયપાલ હાઉસ ઓફ રિપ્રજેંટેટિવ માટે સતત ત્રીજીવાર ચુંટાઇ આવ્યા છે ચેન્નાઇમાં જન્મેલ ૫૫ વર્ષીય જયપાલ ડેમોક્રેટક પાર્ટીની ઉમેદવાર હતી અને તેમણે રિપબ્લિકન પાર્ટીના ક્રેગ કેલ્લરને ભારે ૭૦ ટકા મતોથી પરાજય આપ્યો છે.
નીરજ એટની ઓહાયોથી સીનેટ ચુંટાયેલ પહેલા ભારતીય અમેરિકી બની ગયા છે.તેમણે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર માર્ક ફોગલને પરાજય આપ્યો છે સોગંદ ગ્રહણ કર્યા બાદ તે ઓહાયોથી સીનેટર બનનારક પહેલા ભારતીય અમેરિકી બની જશે. એટની ૨૪ વર્ષની ઉમરમાં ૨૦૧૪માં ઓહાયો પ્રતિનિધિસભા માટે ચુંટાઇ આવી હતી.
ડેમોક્રેટિક પાર્ટીના રાજા કૃષ્ણમૂર્તિ બાદ જયપાલ બીજા ભારતીય અમેરિકી છે જેમણે હાઉલ ઓફ રિપ્રેજેંટેટિવ માટે ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે ભારતીય મૂળના બે અન્ય ઉમેદવાર એમી બેરા અને રો ખન્ના પણ કોંગ્રેસ માટે કેલિફોર્નિયા નિર્વાચન વિસ્તારમાં ચુંટાઇ આવ્યા છે. ડો હીરલ તિપિરનેની એરિજાેના છઠ્ઠા કોંગ્રેસ નિર્વાચન વિસ્તારમા ંજીતની સફળતા હાંસલ કરી છે. તે હાઉસ ઓફ રિપ્રેજેંટેટિવ પહોંચનાર બીજી ભારતીય મૂળની મહિલા હશે.
આ ઉપરાંત ટેકસાસના ૨૨માં કોંગ્રેસનિર્વાચન વિસ્તારમાં ડેમોક્રેટિક પાર્ટીથી લડી રહેલ પ્રેસ્ટન કુલકર્ણી રિપબ્લિકન ઉમેદવાર ટ્રોય નેહલ્લ સામે જીતી ગઇ છે. જાે કે વજીર્નિયાના ૧૧માં કોંગ્રેસ નિર્વાચન વિસ્તારથી રિપબ્લિકન પાર્ટી ઉમેદવાર મંગા અનંતમુલાને વર્તમાન ડેમોક્રેટિક સાંસદ ઐર ઉમેદવાર ગેરી કોલોનીથખી હારનો સામનો કરવો પડયો.HS