અમેરિકી ચૂંટણી પૂર્વે ટ્રમ્પના રિપબ્લિકન સભ્યની પલટી

વોશિંગ્ટન, અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી પહેલાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રિપબ્લિકન પાર્ટીના સાથીદાર જાૅન આર કસિચે પક્ષપલટો કરતાં મોટો અપસેટ સર્જાયો છે. કસિચે ડેમેાક્રેટિક પક્ષના ઉમેદવાર જો બીડેનને ટેકો જાહેર કર્યો છે. ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ કાસિચે સોમવારે રાત્રે ડેમોક્રેટિક પક્ષની એક બેઠકને સંબોધીને બીડેનને ટેકો જાહેર કર્યો હતો. ઓહાયોના ગવર્નર રહી ચૂકેલા સેનેટર કસિચ ૨૦૧૬માં ટ્રમ્પ વિરુદ્ધ પ્રમુખપદની ઉમેદવારી માટે પણ લડ્યા હતા. કસિચ રિપબ્લિકન પક્ષના એક બહુ મોટા ગજાના નેતા ગણાય છે.
તેમણે કહ્યું હતું કે હું હજુ પણ રિપબ્લિકન જ છું. દેશને વધુ બરબાદ થતો જોવાની મારામાં શક્તિ નથી. મને એમ હતું કે સમયના વહેવા સાથે ટ્રમ્પ બદલાશે પરંતુ એવું ન થયું. દેશનો આત્મા કચડવામાં આવી રહ્યો છે. એવા સમયે હું મૂંગો બેસી રહી શકું નહીં. એક સર્વે મુજબ માત્ર ૩૮ ટકા ડેમોક્રેટ્સ કસિચને આવકારી રહ્યા હતા. આ લોકોની દલીલ એવી હતી કે બીડેને રિપબ્લિકન પક્ષના સેનેટરોને આકર્ષવાની જરૂર નથી, મતદારોને આકર્ષવાની જરૂર છે.
આમ તો કસચ છેલ્લાં ચારેક વર્ષથી સતત ટ્રમ્પનો વિરોધ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે વ્યક્તિગત રીતે મને ટ્રમ્પ સામે કોઇ વાંધો વિરોધ નથી. પરંતુ સમયસર પગલાં લેવામાં નહીં આવે તો દેશ કદી ઊંચો નહીં આવી શકે. મને બીડેન સામે પણ વિરોધ છે. એની સાથે પણ મતભેદ છે પરંતુ અત્યારે રાષ્ટ્રનું હિત જોવાનું છે. જો કે ટ્રમ્પના પ્રચાર અધિકારી ટીમ માૅર્ટગે કહ્યું કે કસિચના જવાથી ટ્રમ્પને કશો ફરક પડવાનો નથી.SSS