અમેરિકી દેશ વેનેજુએલા એક લાખ રૂપિયાની નોટ છાપવા જઇ રહી છે
કારાકસ, આર્થિક બદહાલીના દૌરમાં પસાર થઇ રહેલ દક્ષિણ અમેરિકી દેશ વેનેજુએલા એક લાખ રૂપિયાની નોટ છાપવા જઇ રહી છે જાે કે આટલી મોટી નોટથી ફકત બે કિલો બટાટા અથવા તો અડધો કિલો ચોખા ખરીદી શકાશે તેનું કારણ છે સતત ઘટતી અર્થવ્યવસ્થા અને નીચે ઉતરતી કરેંસી.
એક સમયે તેલના કારોબારના કારણે સંપન્ન દેશોમાં સામેલ વેનેજુએલા હાલના દિવસોમાં ખુબ ખરાબ દૌરમાં પસાર થઇ રહ્યું છે સ્થિતિ એટલી ખરાબ થઇ રહી છે કે લોકોને ભુખે મરવાનો વારો આવ્યો છે. મોંધવાઇ આસમાન સ્પર્શી ગઇ છે.બટાટા ડુંગળી જેવી ખાદ્ય વસ્તુઓ માટે પણ લોકોને બેગ ભરી નોટ સાથે લઇ જવું પડી રહ્યું છે સરકાર આ વાતને ધ્યાનમાં રાખી મોટી નોટ છાપવાની યોજના બનાવી રહી છે. જયારે મંથક આર્થિક સ્થિતિ સુધારવા અને મોંધવારી ઓછી કરવા પર થવું જાેઇતુ હતું.
બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર પોતાની કરેંસીના મોટા પાયા પર અવમૂલ્યનના કારણે વેનેજુએલા હવે મોટા મૂલ્યની નોટોને છાપવા જઇ રહીછે જેાં એક લાખ બોલિયર (સ્થાનિીક મુદ્રા)ની નોટ પણ છે. આ માટે ઇટલીની એક ફર્મથી સિકયોરિટી પેપર આયાત કરવામાં આવ્યા છે કસ્ટમના રિપોર્ટમાં સિકયોરિટી પેપરના આયાતનો ખુલાસો થયો છે સરકાર ભલે જ એક લાખની નોટ છાપી લે પરંતુ લોકોની સમસ્યા ઓછી થશે નહીં કારણ કે એક લાખ બોલિયરની નોટોની કીંમત ફકત ૦.૨૩ ડોલર જ રહેશે એટલે ખુબમુશ્કેલીથી બે કિલો બટાટા અથવા અડધો કિલો ચોખા જ ખરીદી શકાશે.
કોરોના મહામારીએ દુનિયાના તમામ દેશોની આર્થિક વ્યવસ્થાને પાટા ઉપરથી ઉતારી દીધી છે વેનેજુએલા પણ આ માર સહન કરી રહી છે આ ઉપરાંત તેલથી મળનાર પૈસાને ખતમ થવા અને ભ્રષ્ટાચાર પર અંકુશ નહીં લવાવાનું પણ તેની બદહાલ સ્થિતિનું મુખ્ય કારણ છે. આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે આ વર્ષના અંત સુધી વેનેજુએલાની અર્થવ્યવસ્થામાં લગભગ ૨૦ ટકાનો ઘટાડો આવ્યો છે એટલે કે આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થશે એક રિપોર્ટ બતાવે છે કે વેનેજુએલામાં લગભગ ૭૦૦.૦૦૦ લોકોની પાસે બે સમયનો ભોજન ખરીદવા માટે પણ પૈસા નથી.HS