અમેરિકી રાષ્ટ્રપતિના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર ડો. ફાઉચી પોતાનું પદ છોડશે

વોશિંગટન,સંક્રામક બીમારીઓના સૌથી મોટા જાણકાર ગણાતા અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેનના સ્વાસ્થ્ય સલાહકાર ડો. એન્થની ફાઉચીએ હવે પોતાનું પદ છોડવાનો ર્નિણય કરી લીધો છે. તેમણે સોમવારે જાહેરાત કરી કે પાંચ દાયકાની સેવા બાદ તે ડિસેમ્બરમાં પદ છોડવાના છે.
બાઇડેનના ચીફ મેડિકલ એડવાઇઝર ફાઉચી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓપ એલર્જી એન્ડ ઇન્ફેક્શસ ડિસીઝ અને એઆઈએઆઈડી લેબોરેટરીના ચીફ રહી ચુક્યા છે.કોરોના મહામારી દરમિયાન ફાઉચીનું નામ ઘર-ઘરમાં ગૂંજવા લાગ્યું હતું. તેમણે મહામારી સામે લડવામાં પોતાના અનુભવનો પ્રયોગ કર્યો હતો.
આ પહેલા એચઆઈવીને લઈને તેમનું નામ વિશ્વભરમાં જાણીતું છે. તેમણે કહ્યું, હું ડિસેમ્બરમાં મારૂ પદ છોડવાનો છું. હવે મારે નવા અધ્યાયની શરૂઆત કરવી છે.અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેને ફાઉચીની પ્રશંસા કરતા કહ્યુ, તમે ભલે વ્યક્તિગત રૂપથી મળ્યા હોવ કે નહીં પરંતુ તમે તમારા કામથી બધા અમેરિકીઓના જીવન પર અસર પાડી છે.
હું આ જનસેવા માટે તમારો દિલથી આભાર માનું છું. તમારે કારણે અમેરિકા વધુ મજબૂત અને સ્વસ્થ બની શક્યું.
નોંધનીય છે કે એન્થની ફાઉચીનો જન્મ ૨૪ ડિસેમ્બર ૧૯૪૦મા થયો હતો.
૧૯૮૪મા તેમણે એઆઈએલઆઈડીના ડાયરેક્ટરના રૂપમાં પદભાર સંભાળ્યો હતો. કોરોના મહામારી દરમિયાન તેઓ વ્હાઇટ હાઉસની ટાસ્ક ફોર્સના મુખ્ય સભ્ય હતા. કોરોના દરમિયાન તેમના નિવેદનને ખુબ મહત્વના માનવામાં આવતા હતા.HM