અમેરિકી રાષ્ટ્રપતિ ચુંટણી અમેરિકાના ઇતિહાસની સૌથી મોંધી ચુંટણી

વોશિંગ્ટન, અમેરિકામાં આ વર્ષે થઇ રહેલ રાષ્ટ્રપતિ ચુંટણી દેશના ઇતિહાસની સૌથી મોંધી ચુંટણી બનવા જઇ રહી છે. આ ચુંટણીમાં ગત રાષ્ટ્રપતિ ચુંટણીની સરખામણીમાં બેગણી રકમ ખર્ચ થવાનું અનુમાન છે આ વખતે લગભગ ૧૪ અબજ ડોલર ખર્ચ થવાની આશા છે શોધ સમૂહ ધ સેંટર ફોર રેસ્પોનસિવ પોલિટિકસે કહ્યું કે મતદાન પહેલાના આખરી મહીનામાં રાજનીતિક ફંડમાં ભારે વધારોૅ થયો છે.તેના કારણે આ ચુંટણીમાં જે ૧૧ અબજ ડોલર ખર્ચ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું તે પાછળ છુટી ગયું છે.
શોધ સમૂહે કહ્યું કે વર્ષ ૨૦૨૦ની ચુંટણીમાં ૧૪ અબજ ડોલર ખર્ચ થવાનું અનુમાન છે જેથી ચુંટણી ખર્ચના જુના તમામ રેકોર્ડ ધ્વસ્ત થઇ રહ્યાં છે. સમૂહના જણાવ્યા અનુસાર ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જે બાઇડેન અમેરિકી ઇતિહાસના પહેલા ઉમેદવાર હશે.
જેમણે દાનકર્તાથી એક અબજ ડોલરની રકમ પ્રાપ્ત થઇ છે જેથી ડેમોક્રેટના રિપલ્બિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે દાનકર્તાઓથી ૫૯.૬ કરોડ ડોલરનો કોષ ચુંટણી માટે માટે એકત્રિત કર્યો છે બાકી સમૂહે કહ્યું કે મહામારી છતાં દરેક કોઇ વર્ષ ૨૦૨૦ની ચુંટણીમાં વધુ રકમ દાન કરી રહ્યાં છે પછી ભલે તે સામાન્ય લોકો હોય કે અરબપતિ. સમૂહના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે મહિલાઓએ દાન આપવાનો રેકોર્ડ તોડી દીધો છે.
બ્રિડેને કહ્યું હતું કે તે કોવિડ ૧૯ મહામારીને પલક ઝપકાવતા સમાપ્ત કરી દઇશુ તેવું ખોટુ વચન આપીશું નહીં. એ યાદ રહેકે વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ મહામારી પર કહેવાતી રીતે કુપ્રબંધનને લઇ તેમના નિશાન પર છે અને તેમમણે ચુંટણી પ્રચારના અંતિમ તબક્કામાં વાયરસને ખતમ કરવાનું વચન આપ્યું છે.તેમણે કોરોનાનો સામનો કરવાના ટ્રંપની પધ્ધતિને પીડિતાનું અપમાન ગણાવ્યું છે.
બ્રિડેને ડેલાવેયરના વિલમિગટનમાં પોતાના ભાષણમાં કહ્યું કે જાે હું જીત પણ જાવુ તો પણ આ મહામારીને ખતમ કરવા માટે આપણે સખ્ત મહેનત કરવી પડશે હું વચન આપું છું કે પહેલા જ દિવસથી કામ ચાલુ કરી દઇશ.HS