અમેરિકી વિદેશ મંત્ર ભારત, ઓસ્ટ્રેલિયા જાપાનની સાથે તાકિદે કવાડ બેઠક કરશે
વોશિંગ્ટન: અમેરિકી વિદેશ મંત્રી તાકિદે ભારત સહિત જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓથી વાત કરશે સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવકતા નેડ પ્રાઇસે જણાવ્યું હતું કે અમેરિકી વિદેશ વિભાગના સચિવ એટની બ્લિંકન જાપાન ઓસ્ટ્રેલિયા અને ભારતના પોતાના સમકક્ષોની સાથે તાકિદે જ કવાડ બેઠકના રૂપમા વાત કરશે
કવાડ પહેલાથી ચીનની આર્થિક જબરજસ્તીની રણનીતિને સમાપ્ત કરવાની આશા છે બ્લિંકનની આગામી કોલની જાહેરાત કરતા પ્રાઇસે કહ્યું કવાડ વિદેશ મંત્રીઓની સાથે આ ચર્ચા એક સ્વતંત્ર અને ખુલ્લા ઇડો પેસિફિકના આપણા સંયુકત લક્ષ્યોને આગળ વધારવા અને આપણા સમયના પડકોરો માટે મહત્વપૂર્ણ છે.
કવાડ ચાર દેશોમાં ઓસ્ટ્રેલિયા ભારત જાપાન અને અમેરિકા છે જે એક અનૌપચારિક સુરક્ષા સમૂહ છે તેનો હેતુ સામરિક રીતે મહત્વપૂર્ણ હિંદ પ્રશાંત ક્ષેત્રને એક સ્વતંત્ર અને મુકત ક્ષેત્ર સુનિશ્ચિત કરવાનો છે જયાં તાજેતરના વર્ષોમાં ચીની સેનાની દખલમા વધારો જાેવા મળી રહ્યો છે
ચારેય દેશ ક્ષેત્રમાં ચીનના વધતા દબદબાની વચ્ચે પોતાના નેતાઓની પહેલી બેઠકની વ્યવસ્થા કરવા માટે કામ કરી રહ્યાં છે એ યાદ રહે કે અમેરિકા હિંદ પ્રશાંત ક્ષેત્રમાં ભારતની એક મોટી ભૂમિકા પર ભાર આપી રહ્યું છે જેથી અનેક દેશ ક્ષેત્રમા ચીનના વધતા પ્રભાવને રોકવાના પ્રયાસ તરીકે જાેવે છે.
ચાર મુખ્ય ઇડો પેસિફિક લોકતંત્રોના સમુહીકરણ પર નવેસરથી ધ્યાન આપવા માટે બાઇડન પ્રશાસન ઉત્સુક જાેવા મળી રહ્યું છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને તેને ઇડો પેસિફિકમાં પર્યાપ્ત અમેરિકી નીતિ બનાવવા માટે એક પાયો બતાવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાએ પહેલા જ અન્ય દેશો માટે કવાડ નેતાઓની એક ઓનલાઇન બેઠક આયોજિત કરવાનો વિચાર પ્રસ્તાવિત કર્યો છે. બેઠક દરમિયાન ક્ષેત્રમાં ચીનની સમુદ્રમાં સક્રિયતા પર ચિંતાઓની વચ્ચે કવાડના સભ્યોને ફ્રી એન્ડ ઓપન ઇડો પેસિફિકની પ્રાપ્ત માટે સહયોગ પર ચર્ચાની આશા છે અનુભમાન છે કે ચીન બેઠકમાં નારાજગી વ્યકત કરી શકે છે.