અમેરિકી સૈનિકોએ અફધાનનું મુખ્ય સૈન્ય બગરામ બેસને છોડયું
કાબુલ: અફધાનિસ્તાનથી અમેરિકા સૈનિકોની વાપસી થઇ રહી છે અમેરિકાએ આજે અફધાનિસ્તાનનું મુખ્ય બેસ છોડી દીઘુ છે અમેરિકી સેનાએ લગભગ ૨૦ વર્ષ બાદ અફગાનિસ્તાનમાં મુખ્ય સૈન્ય બગરામ બેસને છોડી દીધુ છે. આ બેસ કયારેક તાલિબાનને ઉખાડી ફેકવા માટે થયેલ યુધ્ધ અને અમેરિકા પર ૯/૧૧માં થયેલ આતંકવાદી હુમલાના જવાબદાર અલ કાયદાના કાવતરાખોરની ધરપકડ માટે સેનાનું કેન્દ્ર રહ્યું હતું.
અમેરિકાના બે અધિકારીઓએ આ માહિતી આપી તેમણે કહ્યું કે અફગાનિસ્તાનમાં પોતાના મુખ્ય સૈન્ય અડ્ડાથી સૈનિકોની વાપસી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે તાબિલાનની સાથે એક સમજૂતિ હેઠળ બે દાયકાના યુધ્ધ બાદ અફગાનિસ્તાનથી તમામ અમેરિકી દળોની વાપસીને મંજુરી આપવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે એયરફીલ્ડ અફગાન રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા દળને પુરી રીતે સોંપી દેવામાં આવશે ગઠબંધનની પુરી સેનાએ બગરામને છોડી દીધુ છે જાે કે તેમણે એ બતાવ્યું નહીં કે કાબુલના ૫૦ કિમી ઉત્તરમાં આવેલ આ બેસને સૈનિકો કયારે છોડયું
આ સાથે જ અધિકારીએ એ પણ સ્પષ્ટ કર્યું નહીં કે બેસ સત્તાવાર રીતે અફગાન સેનાને કયારે સોંપવામાં આવશે નામ જાહેર નહીં કરવાની શરતે વરિષ્ઠ અફગાન અધિકારીએ કહ્યું કે અમને હજુ સુધી અફગાન સેનાને સત્તાવાર રીતે બેસ સોંપવાને લઇ કોઇ માહિતી નથી અફગાનિસ્તાનમાં ગત બે દાયકા સુધી ચાલી રહેલ યુધ્ધ બાદ અમેરિકા અને નાટો દેશોના સૈનિકો અહીંથી પાછા આવી રહ્યાં છે. અમેરિકાએ તેની સમયસીમા ૧૧ સપ્ટેમ્બર રાખી છે આ સમય સુધી તમામ અમેરિકી સૈનિક પાછા ફરી જશે
અફગાનિસ્તાનમાં તાલિબાન પોતાની શક્તિ વધારવા જઇ રહ્યું છે તેણે સૈનિકોની વાપસી વાળી અમેરિકી જાહેરાત બાદથી જ દેશમાં હુમલા તેજ કરી દીધા છે જેમાં સૈનિકો સામાન્ય નાગરિકો અને મુખ્ય રીતે મહિલાઓને નિશાન બનાવવામાં આવી રહી છે આ સાથે જ દેશના અનેક મોટા ભાગ પર કબજાે કરી લીધો છે.