અમેરીકામાં કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પૈકીના ૪૭ ટકા તો ચીન અને ભારતના જ
(એજન્સી) વૉશિગ્ટન, અમેરીકામાં ર૦ર૦માં શિક્ષણ મેળવવા આવનારા વિદ્યાર્થીઓમાં ૪૭ ટકા વિદ્યાર્થીઓ તો ફક્ત ભારત અને ચીનના જ આવ્યા હતા. આ માહિતીનો ખુલાસો તાજેતરમાં જ સરકારી આંકડાઓમાં થયો હતો. આ રીપોર્ટમાં કહેવાયુ છે કે કોરોનાના કારણે વિદ્યેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે.
અમેરીકી ઈમિગ્રેશન એન્ડ સરહદ પ્રવર્તનનો હિસ્સો સ્ટુડન્ટ એન્ડ એક્ષચેજ વિઝીટર પ્રોગ્રામ તરફથી આ રીપોર્ટ જારી કરવામાં આવેેલા આ વાર્ષિક રીપોર્ટ અનુસાર ર૦ર૦મા એફ-૧ અને એમ-૧ વિદ્યાર્થીઓના એસઈવીઆઈએસમાં એક કરોડ રપ લાખ સક્રીય રેકોર્ડ છે. જે ર૦૧૯ની તુલનાએ ૧૭.૮૬ ટકા ઓછો છે.
એફ-૧ વિઝા અમેરીકાની કોલેજ તથા યુનિવર્સિટીમાં એકડેમિક કાર્યક્રમમાં અથવા અંગ્રેજી ભાષા કાર્યક્રમમાં ભાગ લેનારા વિદેશી વિદ્યાર્થીઓને અપાય છે. જ્યારે એમ-૧ વિઝા વોકેશન અને ટેકનિકલ સ્કુલોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે અનામત હોય છે.
રીપોર્ટમાં જણાવાયુ છે કે ર૦૧૯ની તુલનાએ ર૦ર૦માં અમેરીકી સકુલોમાં નવા વિદેશી વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનમાં ૭ર ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમાં કહેવાયુ છે કે એસઈવી એાઈએસ અનુસાર ચીનથી ૩,૮ર,પ૬૧ ભારતથી ર,૦૭,૪૬૦ , દક્ષિણ કોરિયાથી ૬૮,ર૧૭ સાઉદી અરબથી ૩૮૦૩૯, કેનેડાથી ૩,પ૦૮ અને બ્રાઝીલથી ૩૪૮૯ર વિદ્યાર્થીઓ આવ્યા હતા.