Western Times News

Gujarati News

અમે આતંકવાદ પર એક્શન લેવા પાકિસ્તાનને મજબૂર કર્યું: ટ્રમ્પ

અમદાવાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતાં અમદાવાદના વિમાની મથકે વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યુ હતું. અહીંથી આ બંન્ને નેતાઓએ રોડ શો કર્યો હતો અને ત્યારબાદ બંને મહાનુભાવો મોટેરા સ્ટેડિયમ ગયા હતા જ્યાં વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિએ ભાષણ આપ્યું હતું. ટ્રમ્પે પોતાના ભાષણમાં મોદીનો આભાર માન્યો હતો અને પોતાના ભાષણની શરૂઆત નમસ્તેથી કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, ક્રિકેટના સૌથી મોટો સ્ટેડિયમમાં આવીને ઘણો આનંદ થાય છે. વડાપ્રધાન મોદીએ સાચા મિત્ર છે. દરેક લોકો પીએમ મોદીને પ્રેમ કરે છે. અમેરિકા હંમેશા ભારતનું ખાસ મિત્ર રહેશે. મોદીનો દેશ માટે ઘણું સારુ કામ કરી રહ્યા છે. દુનિયામાં ભારતને ઘણી સફળતા મળી છે.

આ સાથે જે તેમણે પોતાના ભાષણમાં શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ભારતમાં ૨૦૦૦ કરતાં વધારે ફિલ્મો બને છે. સમગ્ર દુનિયામાં તેનું સ્વાગત કરવામાં આવે છે. લોકોને ડ્ઢડ્ઢન્ત્ન ખૂબ જ પસંદ છે. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ખ્યાતનામ ક્રિકેટર સચિન તેડુલકર અને વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, મોદી માત્ર ગુજરાત માટે જ નહીં પણ દેશ માટેનું સૌથી મોટું ગર્વ છે. જે અસંભવને સંભવ બનાવી શકે છે. પ્રધાનમંત્રીની આગેવાનીમાં આજે ભારત દેશ આગળ વધી રહ્યો છે અને તેમની વિકાસની યાત્રા દુનિયા માટે એક મિસાલ છે. ભારતની અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આજે ભારતની અર્થવ્યવસ્થામાં મોટી શક્તિ છે. ભારત એક જ દાયકામાં કરોડો લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોળી દિવાળી જેવા તહેવારોનો પણ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, હિન્દુ, મુસ્લિમ, જૈન, સિખ સહિતના ઘણા ધર્મો અહીં વસવાટ કરે છે. જ્યાં હજ્જારો ભાષાઓ બોલવામાં આવે છે. અહીં એક શક્તિની માફક લોકો રહે છે.

અમેરિકામાં ઘણા વ્યાપારીઓ ગુજરાતથી આવે છે. એવામાં અમેરિકાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવવા માટે આપ સૌનો આભાર માનું છું. ભારત-અમેરિકાની દોસ્તી સાથે સાથે વ્યાપારના ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, મેં અને મેલેનિયાએ આજે મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત લીધી હતી. અને આજે તાજ મહેલ પણ જઈશું.

ડોનાલ્ડ ટ્રમ્પે આ દરમિયાન ઉજ્જવલા યોજના, ઇન્ટરનેટ સુવિધા, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી મોદી સરકારની યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ સ્વીકાર્યું છે કે, ભારત આજે નવી શક્તિ બનીને ઉભરી રહ્યું છે. જે આ સદીની સૌથી મોટી બાબત છે. સાથે સાથે અમેરીકા રાષ્ટ્રપતિએ આ દરમ્યાન સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ જિંદગીમાં બહુ જ મહેનત કરી છે. જેઓએ પોતાના પિતાની ચાની દુકાન પર કામ કર્યું છે. પીએમ મોદીને આજે દરેક પ્રેમ કરે છે. આજે મોદી ભારતના પ્રમુખ નેતા છે. જેઓને ૬૦ કરોડથી વધારે લોકોએ વિજેતા બનાવ્યા છે. યુએસ પ્રમુખે જણાવ્યું કે પ્રધાનમંત્રીનાં નેતૃત્વ હેઠળ આજે ભારત પ્રગતિનાં પંથે આગળ વધી રહ્યું છે, અને આ વિકાસ યાત્રા દુનિયા માટે એક મિશાલ છે.

વડાપ્રધાન મોદીએ ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાતથી ભારત-અમેરિકા સંબંધોનો નવો અધ્યાય લખાશે’આજે મોટેરા સ્ટેડિયમમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. આજે આપણે ઇતિહાસનું પુનરાવર્તન પણ જોઈ રહ્યા છે. પાંચ મહિના પહેલાં મેં અમેરિકા યાત્રાની શરૂઆત હાઉવડી મોદી કાર્યક્રમથી કરી હતી. આજે મારા મિત્ર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ભારત યાત્રાની શરૂઆત ‘નમસ્તે ટ્રમ્પ’થી કરી રહ્યા છે. આટલી લાંબી મુસાફરી પછી પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને તેમનો પરિવાર સીધો સાબરમતી આશ્રમ ગયા હતા.

પીએમ મોદીએ જણાવ્યું કે ‘આ ગાંધીની ધરતી છે પરંતુ અહીંયા આખા હિંદુસ્તાનનો ઉત્સાહ છે. આ બધાની વચ્ચે પ્રેસિડેન્ટ ટ્રમ્પ, પ્રથમ લેડી મેલેનિયા અને ઇવાન્કા તેમજ જેરેડની ઉપસ્થિતિ ભારત અમેરિકાના સંબંધોને પરિવાર જેવી મીઠાસ અને ઘનિષ્ઠતાની ઓળખાણ આપે છે.

પીએમ મોદીએ કહ્યું, ‘નમસ્તેનો અર્થ ખૂબ ઉંડો છે. આપણે વ્યક્તિને જ નહીં પરંતુ તેની અંદર વ્યાપેલી દિવ્યતાને વંદન કરીએ છીએ. આ સમારોહ માટે હું ગુજરાતના રહેવાસીઓ અને ગુજરાતમાં રહેતા અન્ય દેશવાસીઓનું અભિવાદ કરૂં છું.પ્રેસિડેન્ટ ટ્રમ્પ તમે આ ભૂમિ પર છો જ્યાં ૫,૦૦૦ વર્ષ જૂનું પ્લાન્ડ સિટી ધોળાવારી અને લોથલ ઘડાયું હતું. તમે વિવિધતાસભર એ ભારતમાં છો જ્યાં સેકડો ભાષા બોલવામાં આવે છે, પરિધાન છે. ખાનપાન છે અને પંથ અને સમુદાય છે. અમારી વિવિધતા અને તેમાં એકતા અને તેનો ઉત્સાહ ભારત-અમેરિકા વચ્ચેનો ઉત્સાહ પીએમ મોદીએ કહ્યું કે ‘આ મુલાકાતથી ભારત અમેરિકાનાં સંબંધોનો નવો અધ્યાય લખાશે. પ્રથમ લેડી મેલેનિયા તમે બાળકોના ઉત્થાન માટે જે કામ કરી રહ્યા છો તેનાથી સમાજમાં ઘણું પરિવર્તન કરી રહ્યા છે. ઇવાન્કા તમે ભારત આવ્યા ત્યારે કહ્યું હતું કે ‘હું ફરીથી ભારત આવવા માંગું છું. પરંતુ આજે તમે ફરીથી પરત આવ્યા છો ત્યારે તમારૂં સ્વાગત છું.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.